Twitter CEO Elon Musk: ટ્વિટર હેડક્વાર્ટર સાન ફ્રાન્સિસ્કો (Twitter itmes HQ Sold)માંથી ઘણી વસ્તુઓની હરાજી કરવામાં આવી છે. ટ્વિટરની 100 વસ્તુઓની હરાજી પણ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ટ્વિટરનો લોગો એટલે કે ટ્વિટરની પક્ષીની પ્રતિમા (Twitter Logo) સૌથી મોંઘી કિંમતમાં વેચાયો છે. આ ઉપરાંત, હરાજીની સૂચિમાં "@" ચિહ્ન, શિલ્પ પ્લાન્ટર, સફેદ બોર્ડ, ડેસ્ક, ટેબલ, ખુરશી, KN95 ના 100 થી વધુ બોક્સ, ડિઝાઇનર ખુરશી, કોફી મશીન, iMacs,સ્ટેશનરી બાઇક સ્ટેશન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં, ઇલોન મસ્કે ટ્વિટર હેડક્વાર્ટરના ભાડા અને નુકસાનને મેનેજ કરવા માટે ઘણી વસ્તુઓની હરાજીનું આયોજન કર્યું હતું. આ હરાજી હેરિટેજ ગ્લોબલ પાર્ટનર્સ ઇન્ક દ્વારા ઓફર કરવામાં આવી હતી. આ હરાજી 27 કલાક માટે ઓફર કરવામાં આવી હતી. 631 વસ્તુઓમાંથી માત્ર 100 વસ્તુઓ જ વેચાઈ છે.
'Twitter bird' લોગોની કિંમત
બીબીસીના એક અહેવાલ અનુસાર, 'ટ્વિટર્સ બર્ડ'ની પ્રતિમા એટલે કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મનો લોગો 1 લાખ ડોલરમાં વેચાયો છે. ભારતીય ચલણમાં, આ કિંમત 81 લાખ રૂપિયાથી વધુમાં વેચાઈ છે. હરાજીમાં તે સૌથી મોંઘી વસ્તુ બની ગઈ છે. અને @ સિમ્બોલના આકારમાં 190 સેમી (6 ફૂટ) પ્લાન્ટર $15,000માં વેચાય છે.
કોફી મશીન કેટલામાં વેચાયું
કસ્ટમ રિક્લેમ્ડ વુડ કોન્ફરન્સરૂમ ટેબલ $10,500 ની બિડમાં વેચાયું છે. કોફી બાર તરફથી Twitter એ ઉચ્ચ સ્તરનું La Marzocco Strada 3 એસ્પ્રેસો મશીન $13,500 માં વેચ્યું છે. અન્ય છૂટક માલ પણ $30,000 માં વેચ્યો. વધુમાં, ઓછી કિંમતના પોલીકોમ કોન્ફરન્સ કોલ સ્પીકર ફોન લગભગ $300માં વેચાતા હતા. ડીઝાઈનર હર્મન મિલર $1195 માં વેચાઈ અને મોલ્ડેડ પ્લાયવુડ Eames ખુરશી $1400 માં વેચાઈ.
ટ્વિટર પરથી 7500 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી
ગયા વર્ષે, ઇલોન મસ્કે ઓક્ટોબરમાં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું. ટ્વિટર સંભાળ્યા બાદ ઇલોન મસ્કે 7,500 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ સિવાય મસ્કે બીજા પણ ઘણા ફેરફારો કર્યા છે, જેમાં ફ્રી ફૂડની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે ટ્વિટર બ્લુ બેજના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તે જ સમયે, તાજેતરના અહેવાલ મુજબ, ટ્વિટરની આવકમાં 40 ટકાનો ઘટાડો થયો છે.