નવી દિલ્હીઃ બેંક એકાઉન્ટમાં રહેલા જમા રૂપિયા પર ભારતીય બેંકોનો કબજો રોકવા માટે વિજય માલ્યાએ નવો દાવ રમ્યો છે. એક સમયે ભારતમાં ઠાઠમાઠથી રહેતા માલ્યા હવે પાર્ટનર/પત્ની, પર્સનલ આસિસ્ટન્ટ, પરિચિત વેપારીઓ અને બાળકો પર નિર્ભર થઈ ગયો હોવાનું રટણ કરવા લાગ્યો છે. જોકે, માલ્યાએ 26 માર્ચના રોજ ટ્વિટ કરીને કહ્યું કે, મારી પાસેથી પૈસા લઇ લો પરંતુ જેટને બચાવી લો.
બેંકોએ માલ્યા પાસેથી મળેલી માહિતીથી યુકેની કોર્ટને માહિતગાર કરતાં જણાવ્યું કે, માલ્યાની પાર્ટનર/પત્ની પિંક લલવાની વર્ષમાં અંદાજે 1.35 કરોડ રૂપિયા કમાય છે. માલ્યાએ તેની તેની પર્સનલ આસિસ્ટન્ટ મહલ તથા એક પરિચિત કારોબારી પાસેથી 75.7 લાખ અને 1.15 કરોડ રૂપિયા ઉધાર લીધા છે.
માલ્યાને ઋણ આપનારી 13 બેંકો તરફથી યુકે કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહેલા નિજેલ તોજીએ લંડનની કોર્ટમાં લેખિત જાણકારી આપીને જણાવ્યું કે, માલ્યા પર બ્રિટિશ સરકારનો આશે 2.40 કરોડ રૂપિયા ટેક્સ બાકી છે. ઉપરાંત તેના પૂર્વ વકીલ મૈકફર્લેન્સની પણ થોડી ફી બાકી છે અને ભારતીય બેંકોના 3.37 કરોડ રૂપિયાના ખર્ચમાંથી 1.57 કરોડ રૂપિયાની પણ ચુકવણી નથી કરી.
માલ્યાના વકીલ જોન બ્રિસબીએ યુકે કોર્ટને જણાવ્યું કે, માલ્યા તેના ખર્ચ પર કાપ મુકવા પણ તૈયાર છે. માલ્યા પર સાઉથ આફ્રિકન બેંકનું પણ 30.6 કરોડ રૂપિયાનું લેણું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ખેડામાં કોંગ્રેસનો મોટો ફટકો, કાળુસિંહ ડાભીએ આપ્યું રાજીનામું, જાણો કોના કારણે ટિકિટ કપાઇ હોવાનો લગાવ્યો આરોપ
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઇતિહાસ, જીતની સદી ફટકારનારી બની પ્રથમ ટીમ, જાણો વિગત
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપે કયા સાંસદોને કર્યા રિપિટ, જુઓ લિસ્ટ