વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ વેચાઈ ગયું છે. હૈદરાબાદના પ્રાઈવેટ ડેવલપર્સ સૈટર્ન રિયલ્ટર્સે 52 કરોડમાં કિંગફિશર હાઉસ ખરીદ્યું છે. ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા આ હાઉસ વેચવામાં આવ્યું છે. જે પ્રોપર્ટી વેચાઈ છે તે પ્રોપર્ટ કિંગફિશર એરલાઈન્સની હેડ ઓફિસ હતી. જે કંપની હાલ બંધ થઈ ગઈ છે.



SBIના નેતૃત્તવમાં આવતી બેંકોમાંથી વિજચ માલ્યાએ 10 હજાર કરોડનું દેવાળું ફૂકી કાઢ્યું છે. જેથી તેની પ્રોપર્ટી વેચાઈ છે. પ્રોપર્ટીનો કુલ એરિયા 1586 વર્ગ મીટર છે. જ્યારે પ્લોટ 2402 મીટરનો છે. ઓફિસની બિલ્ડિંગમાં બેસમેન્ટ, અંડરગ્રાઉન્ડ ફ્લોર અને અપર ગ્રાઉન્ડ ફ્લોર પણ બનાવામાં આવ્યો છે.


અગાઉ લેણદારોએ 10 હજાર કરોડ પૈકી 7250 કરોડ રૂપિયા વિજય માલ્યા પાસેથી વસુલ્યા હતા. જેમા તેમણે વિજયમાલ્યાના શેર વેચીને આ રકમ વસૂલી હતી. 23 જૂને તેની હરાજી કરવામાં આવી હતી. જેમા SBIના નેતૃત્વમાં આવતી બેંકોએ યુનાઈટેડ બ્રેવરીજ લિમિટેડ, યૂનાઈટેડ સ્પિરિટ લિમિટેડ અને મેકડોનોલ્સ હોલ્ડિંગ્સ લિમિટેડના માલ્યાના શેર વેચ્યા હતા.


8 વખત હરાજી નિષ્ફળ નીવડી


આ પહેલા પણ કિંગફિશર પ્રોપર્ટીની હરાજી 8 વખત કરવામાં આવી હતી પરંતુ તે હરાજી સફળ નહોતી થઈ. પહેલી વખત હરાજી 2016માં કરવામાં આવી હતી. જે વખતે પ્રોપર્ચની કિંમત 150 કરોડ રાખવામાં આવી હતી. વિજય માલ્યાની મિલકતોની હરાજીમાં વેપારીઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. બેંકો દ્વારા માલ્યાની મિલકતોનું સહ-મૂલ્યાંકન તે કિંમતે કોઈ મિલકત ખરીદવામાં તૈયાર થતુ ન હતુ. કિંગફિશર હાઉસ પ્રોપર્ટીની હરાજી 8 વખત નિષ્ફળ રહી. માર્ચ 2016 માં બેંકો બિલ્ડિંગની અનામત કિંમત 150 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. આ જ કારણ છે કે આ ઇમારત અત્યાર સુધી વેચાતી ન હતી.


કિંગફિશર 2012થી બંધ


કિંગફિશર હાઉસની લોકેશન મુંબઈ એરપોર્ટ નજીક આવેલ વિલેપાર્લેમાં છે. રિયલ્ટી એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે હાલ પ્રોપર્ટીને ડેવલેપ કરવાનો કોઈ સ્કોપ નથી. કારણકે તે મુંબઈ એરપોર્ટના બહારના વિસ્તારમાં આવેલી છે. કિંગફિશર કંપની 2012થી બંધ થઈ ગઈ છે.


ગત 26 જુલાઈએ બ્રિટનની કોર્ટે માલ્યાને દેવાદાર જાહેર કરી દીધો છે. જેથી હવે ભારતીય બેંકો તેની સંપત્તિને સરળતાથી જપ્ત કરી શકશે. વિજય માલ્યા સામે SBIના નેતૃત્વમાં આવતી બેંકોએ બ્રિટનની કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેને લઈને સુનાવણીમાં તેને દેવાદાર જાહેર કરવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતી એવી છે કે લંડન હાઈકોર્ટના નિર્ણય સામે વિજચ માલ્યા હવે કોઈ અપીલ નહી કરી શકે.