રિલાયન્સ જિયો અને એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ પ્રીપેડ અને પોસ્ટ-પેડ બંને પ્લાન માટે ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. આ 4 જુલાઈથી અમલમાં આવશે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે પ્લાનમાં 10-21%નો મોટો વધારો કર્યો છે.


અનલિમિટેડ વૉઇસ પ્લાનની વાત કરીએ તો 28 દિવસ માટે 179 રૂપિયાનો પ્લાન 199 રૂપિયાનો થઈ ગયો છે. 459 રૂપિયાનો પ્લાન 84 દિવસ માટે 509 રૂપિયાનો થઈ ગયો. 365 દિવસ માટે 1799 રૂપિયાનો પ્લાન 1999 રૂપિયાનો થઈ ગયો. 269 ​​અને 299 રૂપિયાનો 28 દિવસનો પ્લાન 299 અને 349 રૂપિયાનો થઈ ગયો છે. 319 રૂપિયાનો 1 મહિનાનો પ્લાન 379 રૂપિયાનો થઈ ગયો છે. ડેટા એડ-ઓન પ્લાનની વાત કરીએ તો 19 રૂપિયાનો પ્લાન 22 રૂપિયાનો અને 39 રૂપિયાનો પ્લાન 48 રૂપિયાનો થઈ ગયો છે. આ પ્લાન્સની વેલિડિટી 1 અને 3 દિવસની છે.



વોડાફોન આઈડિયાએ તેના 365 દિવસના વાર્ષિક પ્લાનની કિંમત વધારીને 3499 રૂપિયા કરી દીધી છે, જે અત્યાર સુધી 2,899 રૂપિયા હતી. ડેટા એડ-ઓન પેકમાં કંપનીએ 1 જીબી ડેટાની કિંમત 19 રૂપિયાથી વધારીને 22 રૂપિયા કરી દીધી છે, જ્યારે 6 જીબી ડેટાની કિંમત 39 રૂપિયાથી વધારીને 48 રૂપિયા કરી દીધી છે.


કંપનીએ 84 દિવસના સમયગાળા સાથે 1.5 GB પ્રતિ દિવસના પ્લાનની કિંમત વધારીને 859 રૂપિયા કરી છે, જે અત્યાર સુધી 719 રૂપિયા હતી. આ જ સમયગાળા માટે, 2 જીબી પ્રતિ દિવસના પ્લાનની કિંમત 839 રૂપિયાથી વધારીને 979 રૂપિયા કરવામાં આવી છે.


પોસ્ટ-પેડ પ્લાન વિશે વાત કરીએ તો રૂપિયા 401,501નું  ઈન્ડિવિઝુઅલ માસિક ભાડું હવે વધીને રૂ. 451,551 થઈ ગયું છે. ફેમિલી પ્લાન 601, 1001 રૂપિયાથી વધીને 701, 1201 રૂપિયા થઈ ગયો છે.


એરટેલે ટેરિફમાં 10-21%નો વધારો કર્યો છે. નવા પ્લાન મુજબ 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પ્રીપેડ ટેરિફમાં દરરોજ સરેરાશ 70 પૈસાથી ઓછો વધારો થયો છે. પોસ્ટપેડ પ્લાનમાં 10-20%નો વધારો થયો છે. 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે 449 રૂપિયામાં ઉપલબ્ધ થશે. વધેલા દરો 3 જુલાઈથી લાગુ થશે. રિલાયન્સ જિયોએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતા. કંપનીએ બુધવારે પણ આ અંગે માહિતી આપી હતી. Jio દ્વારા કહેવામાં આવ્યું હતું કે રિચાર્જ પ્લાન 15 થી 25 ટકા મોંઘા થવા જઈ રહ્યા છે. રિલાયન્સ જિયોના નવા પ્લાન 3 જુલાઈથી લાગુ કરવામાં આવશે. 


હાલમાં જ રિલાયન્સ જિયો અને એરટેલ દ્વારા પ્લાનના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે વોડાફોન દ્વારા પણ ભાવ વધારે સાથે નવા પ્લાન જાહેર કરવામાં આવ્યા છે.