નવી દિલ્હી: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની વોડાફોન-આઈડિયાએ ગ્રાહકો માટે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા હતા. યૂઝર્સને નવા પ્લાન મુજબ વોઈસ કોલ અને ડેટા વપરાશ માટે પહેલાની તુલનામાં વધારે કિંમત ચૂકવવી પડશે. યૂઝર્સ પ્રીપેડ પ્લાનમાં 3 ડિસેમ્બરથી રિચાર્જ કરવી શકશે. ગત મહિને જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયાએ સેવાઓનાં દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
સૂત્રો મુજબ કંપનીનો સસ્તો પ્લાન હવે 49 રૂપિયા થશે. વોડાફોનનાં 49 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 38 રૂપિયાનું ટોકટાઇમ મળશે. આ પ્લાનમાં ઇન્ટરનેટમાં 100MB ડેટા મળશે. વોડાફોને કહ્યું કે આ નવી કિંમત મંગળવાર 3 ડિસેમ્બરથી લાગુ થશે.
વોડાફોને નવી કેટેગરીમાં અનેક યોજનાઓ રજૂ કરી છે. તેમાં કોમ્બો વાઉચર્સ, અનલિમિટેડ પેક્સ, (28 દિવસની માન્યતા) અનલિમિટેડ પેક્સ (84 દિવસની માન્યતા), અનલિમિટેડ વાર્ષિક પેક્સ, (365 દિવસની માન્યતા) અનલિમિટેડ સેચેટ અને પ્રથમ રિચાર્જ કેટેગરી છે. કોમ્બો વાઉચર્સ: મળતી માહિતી પ્રમાણે કંપનીના 49 રૂપિયાના પ્લાનમાં 38 રૂપિયાનું ટોક ટાઇમ મળશે. આ યોજનાની માન્યતા 28 દિવસની છે. તેમાં ગ્રાહકોને 100 MB ડેટા આપવામાં આવશે. 79 રૂપિયાના પ્લાનમાં 64 રૂપિયાનો ટોક ટાઇમ મળશે. આ પ્લાનની માન્યતા પણ 28 દિવસ માટે રાખવામાં આવી છે. તેમાં ગ્રાહકોને 200 MB ડેટા આપવામાં આવશે.
149ના પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 2GB ડેટા, 300 SMS મળશે. 249 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 1.5GB ડેટા, 300 SMS મળશે.
3જી ડિસેમ્બરથી મોંઘા થશે Vodafone-idea ના પ્રીપેડ પ્લાન, ચૂકવવા પડશે વધારે પૈસા
abpasmita.in
Updated at:
01 Dec 2019 05:13 PM (IST)
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની વોડાફોન-આઈડિયાએ ગ્રાહકો માટે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા હતા. યૂઝર્સને નવા પ્લાન મુજબ વોઈસ કોલ અને ડેટા વપરાશ માટે પહેલાની તુલનામાં વધારે કિંમત ચૂકવવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -