ITR Refund: અસેસમેન્ટ યર 2023-24 અને નાણાકીય વર્ષ 2022-23 માટે પેનલ્ટી વિના આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જૂલાઈએ સમાપ્ત થઈ ગઈ છે. ડેડલાઇન ખત્મ થયા બાદ સુધીમાં દેશભરમાં 6.5 કરોડથી વધુ કરદાતાઓ તરફથી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. ITR ફાઈલ કર્યા પછી ઘણા લોકોને તેમનું રિફંડ મળી રહ્યું છે. પરંતુ ઘણા લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે તમે ITRની ઇ-વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી લો તે પછી જ તમને રિફંડ મળશે. જો તમે 120 દિવસ પછી આ કાર્ય પૂર્ણ નહીં કરો, તો તમારું રિટર્ન ઇનવેલિડ થઇ જશે.
કેટલા દિવસમાં રિફંડ મળશે
સામાન્ય રીતે લોકોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે રિફંડ મેળવવામાં કેટલો સમય લાગશે. આ સવાલનો જવાબ આપતા પહેલા અમે તમને જણાવી રહ્યા છીએ કે રિફંડના પૈસા કોને મળશે. જે લોકોએ આખા વર્ષ દરમિયાન TDS અથવા એડવાન્સ ટેક્સ ટેક્સ સ્લેબ મુજબ વધુ પૈસા જમા કર્યા છે, તે તમામ લોકોને રિફંડ મળશે. પહેલા રિફંડ મેળવવામાં મહિનાઓ લાગતા હતા, પરંતુ હવે તે ઘટીને 20 થી 45 દિવસ થઈ ગયા છે. કેટલાક કિસ્સાઓમાં કરદાતાઓને માત્ર 10 દિવસથી 14 દિવસની અંદર રિફંડ મળ્યું છે. જો તમે પણ તમારા ITR રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો અમે તમને તેનું સ્ટેટસ ચેક કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે જણાવી રહ્યા છીએ.
રિફંડ સ્ટેટસ કેવી રીતે તપાસવું
-આ માટે સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
-અહીં તમારું લોગિન યુઝર આઈડી (PAN નંબર) અને પાસવર્ડ દાખલ કરો.
-આ પછી તમારે View Returns અથવા ફોર્મ વિકલ્પ પસંદ કરવો પડશે.
- ડ્રોપ ડાઉન કરીને Income Tax Returns નો વિકલ્પ પસંદ કરો.
-આ પછી અસેસમેન્ટ યર દાખલ કરો અને સબમિટ કરી દો.
-આગળ તમારો ITR acknowledgment number દાખલ કરો.
-આ પછી થોડીવારમાં તમને તમારું ITR રિફંડ સ્ટેટસ દેખાશે.
NSDL વેબસાઇટ પર રિફંડ સ્ટેટસ કેવી રીતે તપાસવું
-તમે tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html ની મુલાકાત લો.
-આ પછી તમારો PAN નંબર, અસેસમેન્ટ યર અને કેપ્ચા કોડ દાખલ કરો અને Proceed પર ક્લિક કરો.
-આ પછી તરત જ તમારી સામે ITR રિફંડ સ્ટેટસ દેખાશે.