ભારતમાં સોનું માત્ર રોકાણ નહીં પણ આભૂષણ તરીકે પણ વધારે ઉપયોગમાં લેવાય છે. જોકે સોનાના વપરાશની સાથે સાથે તેની કિંમત પણ હજારોમાં છે. અત્યારે સોનાની કિંમત 48,645 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. આટલી મોંઘી કિંમત પછી જો નકલી કે સોનું લેતી વખતે દુકાનદાર તમારી સાથે છેતરપિંડી કરે તો તમે તેને સહન કરી શકશો નહીં.


સરકાર સોનાની ખરીદીમાં શુદ્ધતા અંગે પણ ખૂબ જ ગંભીર છે અને તેથી સરકારે સોનાની વસ્તુ પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. જો તમે સોનું લેતી વખતે કેટલીક સાવચેતી રાખશો, તો તમે ખોટું કે નકલી સોનું લેવાનું ટાળી શકો છો. સોનું લેતી વખતે તેની ગુણવત્તા પર ચોક્કસપણે ધ્યાન આપો. ખાસ વાત એ છે કે તમે હંમેશા હોલમાર્ક જોયા બાદ જ સોનું ખરીદો.


હોલમાર્ક શું છે


સોનાની શુદ્ધતા અને સુંદરતાને પ્રમાણિત કરવાની પ્રક્રિયાને હોલમાર્કિંગ કહેવામાં આવે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ભારતની રાષ્ટ્રીય ધોરણોની સંસ્થા છે. BIS એક્ટ હેઠળ સોના તેમજ ચાંદીના દાગીનાના હોલમાર્કિંગની જરૂરી છે. હોલમાર્કિંગથી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે.


નંબર જણાવે છે સોનાના કેરેટ


સોના પર હોલમાર્ક એક રીતે સરકાર દ્વારા આપવામાં આવેલી તેની શુદ્ધતાની ગેરેન્ટી છે. સોનાના દાગીના પર હોલમાર્ક નંબર આપવામાં આવ્યો છે જે સોનાની શુદ્ધતા દર્શાવે છે. સામાન્ય રીતે જ્વેલરી 22 કેરેટ સોનાની બનેલી હોય છે. કારણ કે સોનાનું શુદ્ધ ધોરણ 24 કેરેટ છે, પરંતુ તે એટલું નરમ છે કે તેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે કરી શકાતો નથી. હોલમાર્ક પાંચ અંકો ધરાવે છે. બધા કેરેટ અલગ અલગ હોલમાર્ક ધરાવે છે. ઉદાહરણ તરીકે, 22 કેરેટ પર 916 એટલે 91.6 શુદ્ધતા, 875 21 કેરેટ એટલે 87.5 શુદ્ધતા. આ સોનાની શુદ્ધતા વિશે કોઈ શંકા છોડતું નથી.