નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં WhatsApp ખૂબ લોકપ્રિય એપ છે. આ એપમાં અબજો એક્ટિવ યુઝર્સ એક્ટિવ છે. સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ હોવાના કારણે નાના બિઝનેસમેનોને વોટ્સએપ બિઝનેસ મારફતે અનેક અવસર મળી રહ્યા છે. વોટ્સએપ બિઝનેસનો હેતું બિઝનેસ અને ગ્રાહકોને જોડવાનો છે. એપને ખાસ નાના વ્યાપારીઓને ગ્રાહકો સાથે સંવાદ બનાવવા અને તેમના ઓર્ડર્સને મેનેજ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


વોટ્સએપ બિઝનેસ નાના બિઝનેસ માલિકો માટે બનાવી છે. વોટ્સએપએના માધ્યમથી તમે વેબસાઇટ અને ઇમેઇલ એડ્રેસ જેવી મહત્વપૂર્ણ જાણકારી શેર કરવા માટે એક બિઝનેસ પ્રોફાઇલ બનાવી શકે છે. તેનો યુઝ પોતાના પ્રોડક્ટસને બતાવવા માટે કેટલોગ બનાવવા કરી શકો છે. પોતાના પ્રોડક્ટની વેરાઇટી શેર કરી શકો છે. ઓર્ડર લઇ શકો છે. સાથે જ ગ્રાહકોના સવાલોના જવાબ આપી શકો છે.

WhatsApp અને WhatsApp Business ભલે એક જેવા દેખાતા હોય પરંતુ બંન્ને અલગ અલગ એપ છે. વોટ્સએપ એક મેસેજિંગ એપ છે જે તમને તમારા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રાખે છે. જ્યારે વોટ્સએપ બિઝનેસ તમારા વ્યવસાયને વધારવા માટે એક પ્લેટફોર્મ છે. આ એપ તમને તમારા ગ્રાહકો સાથે સંવાદ કરવા અને તમારી બ્રાન્ડને વિકસિત કરવા માટે બનાવવામાં આવી છે.