સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કંપનીએ મંગળારે આ જાહેરાત કરતાં કહ્યું કે, કોરોના મહામારી લાંબા સમય સુધી પ્રભાવી હોવાને કારણે અમેરિકાના મોટાભાગના થીમ પાર્કોમાં કાર્યરત કર્મચારીઓની છટણી કરવામાં આવશે.
ડિઝ્ની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી છે પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્ચિતતાના કારણે આ કામ કરવું પડી રહ્યું છે. કંપની પોતાના થીમપાર્કમાંથી 28000 કર્મચારીઓને છૂટા કરશે.
કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે 28000 કર્મચારીઓને છૂટા કરશે. ફક્ત ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝ્નીના થીમપાર્કમાં મહામારી પહેલાં 1,10,000 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. ત્યારબાદ કંપનીમાં 82000 કર્મચારીઓ કાર્યરત રહેશે.
કંપનીના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયામાં હાલમાં સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવાની કોઈ આશા નથી જોવા નથી મળી હી, જેથી ડિઝ્નીલેન્ડ ફરીથી ખુલી શકે, માટે છટણીનો નિર્ણય કરવો પડ્યો.