નવી દિલ્હીઃ દેશમાં આજે પેટ્રોલની કિંમતમાં ફરી વધારો જોવા મળ્યો છે. આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 28 પૈસા વધ્યો છે. આ ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 101 રૂપિયાને પાર કરી ગઈ છે. જોકે આજે ડીઝલ 16 પૈસા સસ્તુ થયું છે. દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલ 101 રૂપિયા 23 પૈસા જ્યારે એક લિટર ડીઝલ 89 રૂપિયા 76 પૈસાએ પહોંચી ગેયું છે. શનિવારે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.


આ 15 રાજ્યમાં પેટ્રોલ 100ને પાર


દેશના તમામ મગાનગરોમાં પેટ્રોલની કિંમત હવે 10 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જે 15 રાજ્યોમાં પેટ્રોલ 100નો આંકડો પાર કરી ગયો છે તેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, જમ્મૂ અને કાશ્મીર, ઓડિશા, કેરળ, બિહાર, પંજાબ, લદ્દાખ, સિક્કીમ અને દિલ્હી સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે, જો આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડની કિંમતમાં મજબૂતી જોવા મળશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં આગળ પણ વધારો જોવા મળી શકે છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં 1 મે બાદ 35 વખત વધારો થયો છે.


વડોદરામાં પ્રીમિયમ પેટ્રોલ 100ને પાર


વડોદરામાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ પ્રથમ વખત પ્રતિ લીટરે રૃા.૧૦૦ના ભાવને પાર કરી ગયો છે. સામાન્ય પેટ્રોલનો ભાવ પણ હવે 100 રૂપિયાની નજીક આવી રહ્યો છે. વડોદરાના પેટ્રોલપંપો પર આજે  પ્રીમિયમ એટલે કે સ્પીડ અથવા પાવર પેટ્રોલ ૧૦૦.૩૫ રૂપિયાના ભાવે વેચાતું થયું હતું તેમજ સામાન્ય પેટ્રોલ ૯૭.૪૧ રૂપિયા અને ડીઝલ ૯૬.૪૮ રૂપિયાના ભાવે વેચાયું હતું.


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.



  • 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર

  • 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર

  • 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર

  • 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર

  • 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર

  • 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર

  • 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર