Whirlpool Layoffs 2024: Whirlpoolએ ખર્ચ ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે 1,000 કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં સ્થાનિક વેચાણમાં ઘટાડો અને ઘટતી માંગને કારણે કંપનીએ છટણી કરવાનો નિર્ણય કર્યો હતો. 30 જાન્યુઆરી, 2024ના રોજ Whirlpoolના ચીફ ઓફિસર જિમ પીટર્સે કહ્યું કે કંપનીના બિઝનેસના કેટલાક ભાગોમાં ઓછા લોકો હશે. તેમણે કહ્યું કે કંપનીએ તેના કર્મચારીઓની સંખ્યાને યોગ્ય રીતે ગોઠવવી પડશે. ઈન્ડિયા ટીવી ન્યૂઝના અહેવાલ મુજબ, 2023 સુધીમાં Whirlpool પાસે કુલ વૈશ્વિક કર્મચારીઓની સંખ્યા 59,000 હતી. આ છટણીથી 2024માં ખર્ચમાં 400 મિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે.






ટેસ્લાએ કરી છટણીની જાહેરાત


અબજોપતિ એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે અને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 55 ટકાનો ઘટાડો થયો છે. એક તરફ ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા હતા તો બીજી તરફ તે પહેલા કંપનીએ મોટી છટણીની જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર, ખર્ચમાં કાપ મુકવાનું કહી ટેસ્લાએ 6,000 લોકોની છટણી કરવાની તૈયારી કરી છે.


2020 પછી પ્રથમ વખત આવકમાં ઘટાડો થયો છે


સૌથી પહેલા ટેસ્લાના ત્રિમાસિક પરિણામોની વાત કરીએ તો 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 1.13 બિલિયન ડોલર હતો, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 2.51 બિલિયન ડોલર હતો. મતલબ કે કંપનીના નફામાં 55 ટકાનો ઘટાડો થયો છે. ઘટતા નફાની સાથે ટેસ્લાની આવકમાં પણ 2020 પછી પ્રથમ વખત ઘટાડો થયો છે.


મસ્કને 4 મહિનામાં 62 બિલિયન ડોલરનું નુકસાન થયું


તાજેતરના ભૂતકાળમાં ટેસ્લાના શેરમાં જોરદાર ઘટાડો થયો છે અને તેની અસર કંપનીના માલિક મસ્કની નેટવર્થ પર પણ જોવા મળી હતી. સંપત્તિમાં ઘટાડાને કારણે પહેલા તેણે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ તરીકેનો  તાજ ગુમાવ્યો હતો અને પછી મસ્ક અમીરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ ઘટીને 166 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષે 2024 માં મસ્કને 62 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું છે.