WPI Inflation at 12 Year High: કમરતોડ મોંઘવારીથી આમ આદમીને રાહત નથી મળી રહી. નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 14.23 ટકા રહ્યો છે, જ્યારે ઓક્ટોબર મહિનામાં 12.54 ટકા હતો. એક વર્ષ પહેલા નવેમ્બર 2020માં આ દર 2.29 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારીના દરનો આંકડો 12 વર્ષની ટોચ પર છે. છેલ્લા આઠ મહિનાથી સતત મોંઘવારી દર બે આંકડા ઉપર રહ્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.


નવેમ્બરમાં કેમ વધી મોંઘવારી


સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઓક્ટોબરના મુકાબલે નવેમ્બરમાં WPI 12.54% થી વધીને 14.23 % થઈ છે. આ દરમિયાન ખાવા પીવાના સામાનનો જથ્થાબંધ મોંઘવારી દર 3.06 ટકાથી વધીને 6.70% થયો છે. મેન્યુફેક્ચરિંગ આઈટમ્સનો મોંઘવારી દર વધીને 11.92% થયો છે, જ્યારે ઈંધણનો મોંઘવારી દર 39.81% પર પહોંચ્યો છે.


નવેમ્બર 2021માં મોંઘવારી દર વધવાનું મુખ્ય કારણે ખાદ્ય ચીજો, ક્રૂડ ઓઈલ, મિનરલ ઓઈલ, બેસિલ મેટલ્સ, પ્રાકૃતિક ગેસ, કેમિકલ્સની વધેલી કિંમત છે. ફૂટ આર્ટિકલ્સની કિમતમાં 4.88 ટકાનો વધારો થયો છે, જ્યારે આ પહેલાના મહિને -1.69 ટકા વધારો થયો હતો.


શાકભાજીની કિંમતમાં 3.91 ટકા વધારો થયો છે. આ દરમિયાન દાળની કિંમતમાં 2.91 ટકા, ઘંઉની કિંમતમાં 10.14 ટકા તથા ઈંડા, મટન, માછલની કિંમતમાં 9.66 ટકા વધારો થયો છે. ઈંધણ તથા વીજળી ઈન્ડેક્સ વધીને 39.81 ટકા રહી છે. બેસિક મેટલ્સની કિંમતમાં વધારાના કારણે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ સેગમેંટનો ઈન્ડેક્સ 11.92 ટકા રહ્યો છે.





આ પણ વાંચોઃ તલાટીનાં 25 દિવસ પહેલાં થયાં હતા લગ્ન, પત્નિનો પ્રેમી સંબંધી બનીને ઘરે આવતો ને માણતો શરીર સુખ, પછી અચાનક......


મુંબઈમાં પોલીસે પકડી 17 બાર ડાન્સરને, બાર માલિકે ક્યાં છૂપાવી હતી એ જાણીને ચોંકી જશો, રોજના લાખોનો ધંધો કરતી ને........