WPI Inflation: છૂટક ફુગાવાના દરમાં ઘટાડો થયાના સમાચાર પછી, જથ્થાબંધ ફુગાવાના દરમાં પણ ઘટાડો થવાના સમાચાર છે. દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે અને મે મહિનામાં તે ઘટીને -3.48 ટકા પર આવી ગયો છે. વર્ષ 2020 ના જૂન મહિના પછી, તે બીજી વખત સૌથી નીચા સ્તરે આવી ગયો છે. અગાઉ મે 2020માં જથ્થાબંધ ફુગાવાનો દર 3.37 ટકા હતો.
એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવાનો દર કેટલો હતો
તેના કારણે છેલ્લા મહિનામાં એટલે કે એપ્રિલ 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 0.92 ટકા પર આવી ગયો હતો. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડે આ આંકડા જાહેર કર્યા છે. આ ફુગાવાના આંકડા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના આ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે. રિટેલ ફુગાવો પણ મે મહિનામાં 4.25 ટકાના 25 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે.
જથ્થાબંધ મોંઘવારી દર કેમ નીચે આવ્યો છે
દેશના જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ એ છે કે ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓ, ખાદ્ય પદાર્થો, કાપડની સાથે સાથે બિન ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સાથે નેચરલ ગેસ, કેમિકલ અને રાસાયણિક ઉત્પાદનોના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દેશમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડાની સીધી અસર વ્યાજ દરો પર પણ જોવા મળી શકે છે અને આવનારા સમયમાં લોકોને વધુ રાહત મળી શકે છે.
જથ્થાબંધ ફુગાવો સતત બીજા મહિને શૂન્યથી નીચે રહ્યો હતો
આ સતત બીજો મહિનો છે જ્યારે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો શૂન્યથી નીચે છે. એપ્રિલમાં તે -0.92 ટકા હતો. જો છેલ્લા એક વર્ષની સરખામણી કરીએ તો મે 2022માં જથ્થાબંધ મોંઘવારી દર 16.63 ટકા હતો. વાર્ષિક ધોરણે ફુગાવાના દરમાં થયેલો આ મોટો ઘટાડો રાહતનો સંકેત છે.
કયા સેગમેન્ટનો ફુગાવાનો દર કેવો હતો?
સરકારી આંકડા અનુસાર, ખાદ્ય ફુગાવો એપ્રિલમાં 3.54 ટકાથી ઘટીને મે મહિનામાં 1.51 ટકા પર આવી ગયો છે.
ઇંધણ અને ઉર્જા સેગમેન્ટમાં ફુગાવો એપ્રિલમાં 0.93 ટકાથી ઘટીને મે મહિનામાં -9.17 ટકા થયો હતો.
મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ફુગાવાનો દર મે મહિનામાં માઈનસ 2.97 ટકા હતો, જે એપ્રિલમાં -2.42 ટકા હતો.