નવી દિલ્હીઃ ભારતમાં યામાહા કંપનીએ પોતાની નવી બાઇક Yamaha MT-15ને લૉન્ચ કરી દીધી છે. આની કિંમત ભારતમાં 1.36 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે.

યામાહા MT-15 ભારતમાં 2019ની બહુપ્રતિષ્ઠિત બાઇકમાંની એક છે. બહુ ટુંક સમયમાં આને ડિલર્સની સાથે અવેલેબલ કરાવવામા આવશે. આને આજે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં લૉન્ચ કરવામાં આવી હતી.



ઇન્ડોનેશિયામાં વેચાવવા વાળી MT-15ની સરખામણીમાં ઇન્ડિયા સ્પેક મૉડલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર ખાસ કરીને ફિચર્સ અને ઇક્વિપમેન્ટ લિસ્ટમાં કરવામાં આવી છે.

કિંમત અને પરફોર્મન્સની દ્રષ્ટિએ યામાહા MT-15ની ટક્કર TVS Apache RTR 200 4V અને KTM 125 Duke સાથે રહેશે.