YES Bank and ICICI Bank: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે ખાનગી ક્ષેત્રની બે મોટી બેન્કો સામે કાર્યવાહી કરી છે. RBIએ કહ્યું કે યસ બેન્ક (YES Bank)  અને ICICI બેન્ક (ICICI Bank) કેન્દ્રીય બેન્કના ઘણા નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આ કારણે RBIએ યસ બેન્ક પર 91 લાખ રૂપિયા અને ICICI બેન્ક પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.


યસ બેન્કે કસ્ટમર સર્વિસ સંબંધિત નિયમોનું પાલન કર્યું નથી


RBIએ સોમવારે માહિતી આપી હતી કે આ બંને બેન્કો ઘણી દિશાનિર્દેશોનું પાલન કરી રહી નથી. આરબીઆઈ અનુસાર, યસ બેન્ક પર કસ્ટમર સર્વિસ અને ઇન્ટરનલ અને ઓફિસ એકાઉન્ટ સાથે સંબંધિત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. સેન્ટ્રલ બેન્કના જણાવ્યા અનુસાર, તેણે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં બેન્કે અપૂરતી બેલેન્સને કારણે અનેક ખાતાઓમાંથી ચાર્જ વસૂલ કર્યો હતો. ઉપરાંત ઇન્ટરનલ અને ઓફિસ એકાઉન્ટથી ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હતી. આરબીઆઈએ તેના મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2022 દરમિયાન યસ બેન્ક દ્વારા આ ઘણી વખત કરવામાં આવ્યું હતું. બેન્કે ફંડ પાર્કિંગ અને કસ્ટમર ટ્રાજેક્શનના રૂટ કરવા જેવા ગેરકાયદેસર ઉદ્દેશ્યો માટે પોતાના ગ્રાહકોના નામ પર કેટલાક ઇન્ટરનલ એકાઉન્ટ ઓપન કર્યા અને ચલાવ્યા હતા.


ICICI બેન્કે લોન અને એડવાન્સ આપવામાં બેદરકારી કરી હતી


તેવી જ રીતે ICICI બેન્કને લોન અને એડવાન્સ સંબંધિત સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે. આ માટે બેન્કે 1 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. બેન્કે અધૂરી તપાસના આધારે ઘણી લોન મંજૂર કરી હતી. જેના કારણે બેન્કને નાણાકીય જોખમનો સામનો કરવો પડ્યો હતો. આરબીઆઈની તપાસમાં બેન્કની લોન મંજૂરી પ્રક્રિયામાં ખામીઓ સામે આવી છે. બેન્કે ઘણા પ્રોજેક્ટ્સની શક્યતા અને લોનની ચુકવણીની ક્ષમતાના વિગતવાર વિશ્લેષણ વિના લોન મંજૂર કરી હતી.


બંન્ને બેન્કોના શેરની હાલત આવી હતી


સોમવારે BSE પર યસ બેન્કનો શેર રૂ. 0.010 અથવા 0.043 ટકાના વધારા સાથે 23.04 રૂપિયા પર બંધ થયો હતો. ICICI બેન્કનો શેર  2.10 રૂપિયા અથવા 0.19 ટકા ઘટીને 1,129.15 રૂપિયા પર બંધ થયો હતો.