નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી બેંક યસ બેંકની અનેક સેવાઓ પર 5 માર્ચની રાતથી લગાવવમાં આવેલ પ્રતિબંધ બાદ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી કંપની PhonePeને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યસ બેંક પર લાગેલ પ્રતિબંધ બાદ ડિજિટલ પેમેન્ટ સેવાઓનું મુખ્ય પ્લેટફોર્મ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યૂપીઆઈ) આધારિત લેવડ દેવડ અટકી ગઈ છે, અને તેનાથી બેંકના સૌથી મોટા ભાગીદાર PhonePeને સૌધી વધારે અસર થઈ છે.


PhonePeના સીઈઓ સમીર નિગમને ટ્વીટર પર ગ્રાહકોને જણાવ્યું કે, અમે આ સેવાઓ બાધિત માટે દુઃખ છે. અમારી ભાગીદાર બેંક યસ બેંક પર આરબીઆઈ દ્વારા અનેક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમારી આખી ટીમે રાત્રે સેવાઓ ચાલુ રાખવા માટે કામ કર્યું છે. અમને આશા છે કે આ થોડા કલાકોમાં ઠીક થઈ જશે. એક નાણાંકીય ટેક્નોલોજી કંપનીએ કહ્યું કે, કંઈપણ થાય, આ એક લેવડ દેવડની સમજૂતી છે, જેના કારણે બેંકોને કામ કરવાનું બંધ કરવું પડ્યું.



નોંધનીય છે કે, રિઝર્વ બેન્કે ગુરુવારે મોડી સાંજે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36એસી હેઠળ પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડની મર્યાદા 50 હજારની જ કરી હતી. બેન્કના કોઈ પણ ખાતેદાર હવે 50 હજારની રકમ જ ઉપાડી શકશે. રિઝર્વ બેન્કે બેન્કનું બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ ભંગ કરી દીધું છે. એસબીઆઈના માજી સીએફઓ પ્રશાંતકુમારને બેન્કના વહીવટદાર બનાવ્યા છે. યસ બેન્કને જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન 629 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.


બેન્કે ડિસેમ્બર અંતે પૂરા થયેલા ત્રિમાસિક પરિણામો ટાળીને કહ્યું હતું કે 14 માર્ચ સુધીમાં પરિણામો જાહેર થશે. બેન્ક છેલ્લા એક વર્ષથી મુશ્કેલીમાં ફસાયેલી છે. 50 હજાર રૂપિયા સુધીની રકમનો પ્રતિબંધ 3 એપ્રિલ સુધી અમલમાં રહેશે. 16 વર્ષ જૂની યસ બેન્ક પાસે એનપીએ વધુ હોવાથી રોકડ નાણાંની તંગી ઊભી થઈ છે. બેન્કના પ્રમોટરનું હોલ્ડિંગ 8.33 ટકા છે.

યસ બેન્કના ખાતેદાર એક મહિનામાં 50 હજાર સુધીનો જ રોકડ ઉપાડ કરી શકશે. એટીએમ કે ઓનલાઈન વ્યવહાર પણ કરી શકશે નહીં, એટલું જ નહીં જે તે બ્રાન્ચ 50 હજાર રૂપિયા એક સામટા આપશે કે કેમ એ વિશે પણ શંકા છે. બેન્ક રોકડ તંગીના સંકટથી ઝઝૂમતી હોવાથી આટલી રોકડ લાવવી મુશ્કેલ હશે.