Yes Bank Share Update: ખાનગી ક્ષેત્રની યસ બેંકના દિવસો ફરી આવી રહ્યા છે. એક તરફ મંગળવારના ટ્રેડિંગ સેશનમાં યસ બેન્કના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HDFC બેન્કના ભૂતપૂર્વ MD રહી ચૂકેલા આદિત્ય પુરી યસ બેન્કના બોર્ડમાં સામેલ થઈ શકે છે. યસ બેંકના બોર્ડમાં આદિત્ય પુરી કાર્લાઈલ્સનું નેતૃત્વ કરશે. શ્વેતા જૈન એડવેન્ટ ઇન્ટરનેશનલના પ્રતિનિધિ તરીકે યસ બેંકના બોર્ડમાં જોડાશે. જો કે, આ માટે હજુ પણ આરબીઆઈ પાસેથી મંજૂરી લેવી પડશે.

Continues below advertisement

મંગળવારના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં, યસ બેન્કનો શેર લગભગ 17 ટકા વધીને રૂ. 17.90 થયો હતો. હાલમાં, શેર 12.46 ટકાના વધારા સાથે રૂ. 17.10 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો આપણે છેલ્લા એક વર્ષમાં યસ બેંકના શેરની મૂવમેન્ટ પર નજર કરીએ તો, 52 અઠવાડિયામાં સ્ટોક 10.50 રૂપિયાના નીચલા સ્તરથી 64 ટકા ઉપર આવી ગયો છે.

વાસ્તવમાં કાર્લાઈલ અને એડવેન્ટ ઈન્ટરનેશનલ યસ બેંકમાં $1.11 બિલિયન એટલે કે 8,900 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યા છે. રોકાણ માટે બંનેને બેંકમાં 10 ટકા હિસ્સો આપવામાં આવશે. બંને રોકાણકારોને શેર અને વોરંટ જારી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે રોકાણ પછી યસ બેંકની કાયાપલટ થઈ શકે છે.

Continues below advertisement

જોકે, આદિત્ય પુરી અને શ્વેતા જૈનના નામની ભલામણ નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીને મોકલવામાં આવશે. જેને યસ બેંક એનઆરસી દ્વારા મંજૂરી આપવી પડશે. ત્યાર બાદ બંને નામોને મંજૂરી માટે આરબીઆઈને મોકલવામાં આવશે. જો કે, યસ બેંકના વર્તમાન MD અને CEO પ્રશાંત કુમાર તેમના પદ પર ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ

CNG PNG Price Hike: મોંઘવારીનો વધુ એક માર લાગશે! ફરી CNG અને PNGના ભાવમાં વધારો થઈ શકે છે

Zomato Share Price: પરિણામોની જાહેરાત પછી, Zomatoનો સ્ટોક 18% થી વધુ ઉછળ્યો, 85% વધુ વળતર શક્ય છે