આરબીઆઇનો આ નિર્ણય બેન્કની ખરાબ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સાથે એસબીઆઇના ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પ્રશાંત કુમારની યસ બેન્કના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરી છે. જાણકારી અનુસાર, કોઇ પણ ખાતાધારક કોઇ સેવિંગ, કરન્ટ અને કોઇ અન્ય સેવિંગ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ ઉપાડી શકશે નહીં.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ વ્યક્તિ પાસે યસ બેન્કમાં એકથી વધારે એકાઉન્ટ હોય તો તમામ એકાઉન્ટને મળીને તે કુલ 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. યસ બેન્કનું દેવું વધી ગયું છે જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. નોંધનીય છે કે સૂત્રોએ જાણકારી આપી હતી કે યસ બેન્કને એસબીઆઇ અને અન્ય આર્થિક સંસ્થાઓ સાથે મળીને તેને આ હાલતમાંથી બહાર કાઢી શકે છે.