નવી દિલ્હીઃ ભારતની સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ નૂડલ્સ બ્રાન્ડમાંથી એક સનફિસ્ટની YiPPeeએ દસમી વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી હતી. લાંબી અને સ્લર્પી નુડલ્સ માટે જાણીતી આ બ્રાન્ડે ગ્રાહકોને તેના ફેસબુક ઇવેન્ટ પેજ પર નૂડલ્સ ખાતી તસવીરો શેર કરવા આમંત્રિત કર્યા હતા. જેમાં 2894 લોકોએ એક કલાકમાં ફોટા અપલોડ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

દેશની બીજા ક્રમની મોટી ઈન્સ્ટન્ટ નૂડલ્સ બ્રાન્ડનું ટર્નઓવર એક હજાર કરોડથી વધારેનું છે. લોકડાઉનમાં આ બ્રાન્ડની નૂડલ્સમાં નોંધનીય વધારો થયો હતો. 2020-21ના વર્ષમાં કંપનીએ 50 ટકાથી વધુ વૃદ્ધી કરી છે.

નૂડલ્સનો તમામ વય જૂથમાં પ્રસાર તથા નવા ભૌગોલિક ક્ષેત્રોમાં પ્રચાર કરવા માટે ચાલુ વર્ષે યેપીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.