વર્તમાન સમયમાં દરેક લોકો ઈચ્છે છે કે પોતાના બિઝનેસ હોય. આજકાલ તો નોકરીયાત લોકો પણ હવે નોકરી છોડી બિઝનેસ તરફ વળ્યા છે. જો કે વ્યવસાય શરૂ કરવો એટલો આસાન નથી હોતો. તેમા લાખો રૂપિયાની જરૂર પડે છે. જો કે કેટલાક બિઝનેસ એવા છે જેમા તમે ઓછા રોકાણે વધુ નફો રળી શકો છો. એમાનો એક બિઝનેસ છે કાર વોશિંગનો.




ભારતમાં કારની સંખ્યા સતત વધી રહી છે. એવામાં કાર ખરીધ્યા બાદ તેના મેન્ટેનન્સનો પણ ખ્યાલ રાખવો પડે છે. કારને સમયે સમયે ધોવી પડે છે અને તેની સર્વિસ પણ કરવી પડે છે. એવામાં તમે કાર વોશિંગનો બિઝનેસ કરીને મહિને હજારો રુપિયાની કમાણી કરી શકો છો. જો તમારો કાર વોશિંગનો બિઝનેસ સેટ થાય તો તમે તેને કાર સર્વિસ સેન્ટરમાં બદલી શકો છો. તો ચાલો જાણીએ કાર વોશિંગનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો.


કાર વોશિંગ બિઝનેસ શરૂ કરવાની રીત


તમને જણાવી દઈએ કે, કાર ધોવા માટે તમારે એક પ્રોફેશનલ કાર વોશિંગ મશીનની જરુર પડશે. માર્કેટમાં સરળતાથી આ મશીન મળી જાય છે અને 12 હજાર રૂપિયાથી લઇને 1 લાખ રૂપિયા સુધી તેની કિંમત હોય છે. જો તમે આ વ્યવસાયની શરૂઆત નાના પાટે કરવા માગો છો તો 14થી 15 હજાર રૂપિયાની મશીન લઈને શરૂઆત કરી શકાય છે. તે 2 હોર્શ પાવરની હશે, જેમા પાઈપ અને નોજલ બન્નેની સુવિધ મળશે. કાર વોશિંગ મશીનની સાથે સાથે તમાકે વૈક્યુમ ક્લિનરની પણ જરુર પડશે. આ 30 મીટર સુધીનો હોવો જોઈએ. આ 10થી 12 હજાર રૂપિયા સુધીમાં સરળતાથી મળી જશે. તેની મદદથી તમે કારની સારી રીતે સફાઈ કરી શકો છો. આ ઉપરાંત તમારે કાર ધોવા માટે શેન્પૂ, ટાયર પોલીસ  અને ડેશબોર્ડ પોલીશ વગેરે સામાનની જરુર પડશે.


જાણો આ બિઝનેસથી કેટલી થશે કમાણી


વર્તમાન સમયમાં કાર વોશિંગ બિઝનેસથી લોકો સારી કમાણી કરી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં એક કાર ધોવાના 250થી 300 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. આ ઉપરાંત એક બાઈક ધોવાના 100 રૂપિયા સુધી વસુલવામાં આવે છે. આ ઉપરાંત મોટી કાર ધોવાના 350થી 450 રૂપિયા વસુલવામાં આવે છે. આવી સ્થિતિમા તમે 25 હજાર રુપિયા જેવા મામુલી રોકાણથી 50થી 60 હજાર રુપિયા આરામથી કમાઈ શકો છો.