શું તમે તમારું IT રિટર્ન ફાઇલ કર્યું છે? જો હા તો 30 દિવસની અંદર તેને વેરિફાય કરવાનું ભૂલશો નહીં. નહિંતર તમે ITR ફાઇલ કરવામાં જે સમય પસાર કર્યો છે તે વેડફાઈ જશે. ITR નું વેરિફિકેશન એ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે અને ફાઇલ કરાયેલ ITRની પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


જ્યાં સુધી તમે તેને વેરિફાય નહી કરો તો ફાઇલ કરેલ ITR કર વિભાગ દ્વારા પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ અનુસાર, જો તમે વેરિફિકેશન સમયસર નહીં કરો તો એવું માનવામાં આવશે કે તમે રિટર્ન ફાઈલ કર્યું નથી. જે પછી તમારે ઈન્કમ ટેક્સ એક્ટ, 1961 હેઠળ ITR ફાઈલ ન કરવાના તમામ પરિણામો ભોગવવા પડશે.


કહેવાની જરૂર નથી કે જો તમારી ફાઇલ કરેલ ITR પર પ્રક્રિયા કરવામાં આવી નથી તો તમને રિફંડ (જો કોઈ હોય તો) મળશે નહીં અને તેમ માનવામાં આવશે કે તમે તમારું ITR ફાઇલ કર્યું નથી. નાણાકીય વર્ષ 2023-24  માટે આવકવેરા ઓડિટ માટે બાકી ન હોય તેવા લોકો માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે.


તમે આ પદ્ધતિઓ દ્વારા તમારું રિટર્ન ઓનલાઈન વેરિફાઇ કરી શકો છો


-આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર OTP દ્વારા


-તમારા પ્રી-વેરિફાઇ બેન્ક  ખાતામાંથી જેરેટ EVC સુધી


-તમારા પ્રી-વેરિફાઈડ ડીમેટ એકાઉન્ટ દ્વારા જેરેટ ઈવીસીમાંથી


-એટીએમ દ્વારા જનરેટ થતા EVCમાંથી


-નેટ બેન્કિંગ દ્વારા


-ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાંથી


ઈ-ફાઈલિંગ ITR પોર્ટલ પર કેવી રીતે વેરિફિકેશન કરવું


ITR પોર્ટલ (https://www.incometax.gov.in/iec/foportal/) પર લોગિન કરો અને ‘ઈ-ફાઈલ’ વિકલ્પ પર જાઓ. આ પછી ‘ઈન્કમ ટેક્સ રિટર્ન’ પર ક્લિક કરો અને ‘ઈ-વેરિફાઈ રિટર્ન્સ’ વિકલ્પ પર જાઓ.


ઈ-વેરિફાઈ કરવા માટે ITR પસંદ કરો અને પછી વેરિફિકેશન મોડ પસંદ કરો. એકવાર તમે વેરિફાઇ મોડ પસંદ કરી લો, પછી 'Continue' પર ક્લિક કરો.


એકવાર તમે તમારા ફાઇલ કરેલા ITRની સફળતાપૂર્વક વેરિફાઇ કરી લો છો તો તે પછી એક ટ્રાન્ઝેક્શન ID સાથેનો એક કન્ફર્મેશન મેસેજ પેજ પર જોવા મળશે. આવકવેરા વિભાગે તેની વેબસાઇટ પર કહ્યું છે કે ભાવિ સંદર્ભ માટે કૃપા કરીને ટ્રાન્ઝેક્શન ID નોંધી લો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક કન્ફર્મેશન મેસેજ પણ મળશે.


લોગ ઇન કર્યા વિના ઇ-ફાઇલિંગ આઇટીઆર પોર્ટલ કેવી રીતે વેરિફાઇ કરવું


ઈ-ફાઈલિંગ આઈટીઆર પોર્ટલ (https://www.incometax.gov.in/iec/foportal/) પર જાવ અને ક્વિક લિંક્સ હેઠળ ‘ઈ-વેરીફાઈ રિટર્ન’ બટન પર ક્લિક કરો.


'ઈ-વેરિફાઈ રિટર્ન' પેજ પર તમારો PAN દાખલ કરો, અસેસમેન્ટ યર પસંદ કરો. આઇટીઆરનો એક્નોલેજમેન્ટ નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો અને 'Continue' પર ક્લિક કરો.


એક નવું વેબ પેજ ખુલશે અને તમારે તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTPનો ઉપયોગ કરીને તેને વેરિફિકેશન કરવું પડશે. એકવાર તમે આ કરી લો પછી 'સબમિટ' પર ક્લિક કરો. પછી એક નવું વેબ પેજ ખુલશે અને તમારે વેરિફિકેશન મોડ પસંદ કરવો પડશે.


ફિઝિકલ આઇટીઆર-વી ફોર્મ મોકલીને વેરિફિકેશન


જો તમે ઓનલાઈન મોડનો ઉપયોગ કરવામાં અસમર્થ હોવ તો તેઓ ઓફલાઈન મોડનો પણ ઉપયોગ કરી શકે છે. તેના માટે ITR એક્નોલેજમેન્ટની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે અને તેના પર સાઇન કર્યા પછી તેને સ્પીડ પોસ્ટ દ્વારા CPC – બેંગ્લોર – ઈન્કમ ટેક્સ ઓફિસને મોકલવાનું રહેશે. જેનું સરનામું છે- સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, બેંગલુરુ, કર્ણાટક છે: 560500.