Ration Card: જો તમે પણ રાશન કાર્ડ ધારક છો, તો તમારા માટે આ સમાચાર જરૂરી છે. કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે મફત રાશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. સરકારને એવી માહિતી પણ મળી કે અયોગ્ય લોકો પણ સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેથી તમારે એ જાણવું જરૂરી છે કે કેવી પરિસ્થિતિમાં તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે.


સરકારે આ સમાચારને નકારી કાઢ્યા 
તાજેતરમાં, ઘણા મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર અયોગ્ય લોકોને રાશન કાર્ડ પરત કરવાની અપીલ કરવામા આવી છે. સમાચારમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જે લોકો રેશનકાર્ડ સરન્ડર નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચારની જાણ થયા પછી, યુપી સરકારે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે સરકાર દ્વારા આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.


આ સંજોગોમાં કાર્યવાહી થઈ શકે છે
જો કે, એ જરૂરી છે કે તમારી પાસે રેશન કાર્ડ સંબંધિત નિયમો વિશે સંપૂર્ણ માહિતી હોય. જો તમે ખોટી રીતે બનાવેલ રાશન કાર્ડ મેળવ્યું છે અને તેના પર સરકારની રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો કોઈપણ તમારી સામે ફરિયાદ કરી શકે છે. એટલું જ નહીં, જો તપાસમાં ફરિયાદ સાચી જણાશે તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આવો જાણીએ શું છે નિયમો?


નિયમ શું છે
જો કોઈ કાર્ડ ધારક પાસે પોતાની આવકથી ખરીદેલ ફોર વ્હીલર વાહન/ટ્રેક્ટર, હથિયાર લાયસન્સ, ગામમાં બે લાખથી વધુ અને શહેરમાં ત્રણ લાખથી વધુની કૌટુંબિક આવક, 100 ચોરસ મીટરનો પ્લોટ/ફ્લેટ અથવા મકાન હોય, તો આવા લોકો સરકારની સસ્તા રાશન યોજનાનો લાભ લઈ શકતા નથી. તેથી આવા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.