Zomato News Update: ફૂડ ડિલિવરી કંપની Zomatoના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરેલી રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ અંગેની જાણકારી આપી છે. મોહિત ગુપ્તા છેલ્લા સાડા ચાર વર્ષથી કંપનીમાં જોડાયેલા હતા.


મોહિત ગુપ્તાના રાજીનામા પહેલા ભૂતપૂર્વ ફૂડ ડિલિવરી ચીફ રાહુલ ગંજુ અને સિદ્ધાર્થ ઝાવરે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. મોહિત ગુપ્તા 2018માં ફૂડ ડિલિવરી કંપનીમાં જોડાયા હતા. 2021 માં તેમને કો-ફાઉન્ડર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.  Zomato માં જોડાતા પહેલા મોહિત ગુપ્તા ટ્રાવેલ પોર્ટલ Makemytrip ના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) હતા.


મોહિત ગુપ્તાએ ફેયરવેલ નોટમાં જણાવ્યું હતું કે સાડા ચાર વર્ષ પહેલાં મેં શ્રેષ્ઠ ફૂડટેક કંપની બનાવવા માટે દીપેન્દ્ર ગોયલ સાથે હાથ મિલાવ્યા હતા. હું ફક્ત એટલું જ કહી શકું છું કે કોરોના મહામારી અને સખત સ્પર્ધા હોવા છતાં અમે એક મોટી અને નફાકારક કંપની બનાવવામાં સફળ રહ્યા છીએ. દીપેન્દ્ર ગોયલે મોહિત ગુપ્તાના વખાણ કર્યા અને લખ્યું કે તમે અહીં શાનદાર કામ કર્યું છે અને કંપનીને નફો કરવાની નવી ઊંચાઈઓ પર લઈ ગયા છો. તેમણે કહ્યું કે તે મોહિત ગુપ્તાને મિસ કરશે.


Zomatoનો IPO જૂલાઈ 2021માં આવ્યો હતો અને તેમાં મોહિત ગુપ્તાએ મોટી ભૂમિકા ભજવી હતી. Zomatoનું સ્ટોક એક્સચેન્જમાં શાનદાર લિસ્ટિંગ થયું હતું. રૂપિયા 76ના આઇપીઓ સાથેના શેર રૂ.169ના સ્તરે પહોંચ્યા હતા. પરંતુ અત્યારે શેર રૂપિયા 76ના IPOની કિંમતથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. હકીકતમાં, લિસ્ટિંગનું એક વર્ષ પૂર્ણ થયા બાદ મોટા રોકાણકારોએ શેર વેચી દીધા હતા, જેના કારણે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2022-23 ના બીજા ક્વાર્ટરમાં Zomatoનું નુકસાન ઘટ્યું છે અને તે 434.9 કરોડ રૂપિયાથી ઘટીને 250.8 કરોડ રૂપિયા પર આવી ગયું છે.


આર્થિક મંદીનું સંકટ, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે આપી ચેતવણી


દેશ અને દુનિયા પર આર્થિક મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે આ બાબતે એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓએ ચેતવણી આપતા કહ્યું કે નાના વેપારી માલિકો હાલના સમયમાં નવા સાધનોમાં રોકાણ કરવાનું ટાળે અને તેમની રોકડને સાચવીને સુરક્ષિત રીતે રાખી મુકે કારણ કે આર્થિક મંદીના પગરવ સંભળાઈ રહ્યા છે.  સાથે જ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ગ્રાહકોને ઓછો "ખર્ચ" કરવાની સલાહ આપી છે. તેમણે લોકોને કાર, રેફ્રિજરેટર જેવી વસ્તુઓ ન ખરીદવા કહ્યું છે કારણ કે આર્થિક મંદી આવી રહી છે.અબજોપતિ ઉદ્યોગપતિએ ગ્રાહકોને તેમની રોકડ સુરક્ષિત રાખવા અને બિનજરૂરી ખર્ચ ટાળવાની સલાહ આપી છે.


વર્તાઈ રહ્યા છે મંદીના એંધાણ 


અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં બેઝોસે કહ્યું કે આગામી આર્થિક મંદીને ધ્યાનમાં રાખીને અમેરિકન પરિવારોએ રેફ્રિજરેટર અથવા નવી કાર જેવી ઊંચી કિંમતની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. ઇન્ટરવ્યુમાં, બેઝોસે કહ્યું, "જો તમે સિંગલ છો અને તમે મોટી ટીવી સ્ક્રીન ખરીદવાનું વિચારી રહ્યાં છો. તો કદાચ હમણાં માટે રોકી રાખો અને તે રકમને સાચવી રાખો અને જુઓ કે આગળ શું થાય છે.હવે ખરીદી કરીને જોખમ ન લો. મોંઘું રેફ્રિજરેટર, નવી કાર, ગમે વસ્તુની ખરીદી કરવાનું ટાળો