Zomato Q1 Report: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોનું પ્રથમ ત્રિમાસિક ગાળાનું નુકસાન વધીને 359 કરોડ રૂપિયા થઈ ગયું છે. મંગળવારે આ અંગે માહિતી આપતાં કંપનીએ જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન તેને આ સમયગાળામાં 99.8 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. ઝોમેટોના જણાવ્યા અનુસાર કમાણીની સરખામણીમાં ખર્ચમાં વધારો થવાને કારણે આ નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે Zomato એ ગયા મહિને જ શેર બજારમાં પોતાનો IPO લોન્ચ કર્યો હતો.
ઝોમેટો કંપનીના જણાવ્યા અનુસાર, એમ્પ્લોયી સ્ટોક ઓનરશીપ પ્લાન (ESOP 2021) સ્કીમ બનાવ્યા બાદ, આ ક્વાર્ટરમાં તેના માટે ઘણું ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે. ESOP પર આ ખર્ચને કારણે કંપનીએ જૂન ક્વાર્ટરમાં આ ખોટ કરી છે.
ઝોમેટો દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, "આ ત્રિમાસિક ગાળામાં રૂ. 844.4 કરોડની આવક થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 266 કરોડ હતી. જો કે, આ ત્રિમાસિકમાં કંપનીનો ખર્ચ વધીને 1,259.7 કરોડ થયો હતો. જ્યારે ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં તે 383.3 કરોડ રૂપિયાનો ખર્ચ હતો.”
ઝોમેટો ડિલિવરી ભાગીદારો કેટલી કમાણી કરે છે?
ઝોમેટોના સ્થાપક અને સીઇઓ દીપેન્દ્ર ગોયલના જણાવ્યા અનુસાર, કંપનીના ટોચના 20 ટકા ડિલિવરી પાર્ટનર જેઓ બાઇક પર ડિલિવરી કરે છે અને અઠવાડિયામાં 40 કલાકથી વધુ કામ કરે છે, તેમને સરેરાશ દર મહિને 27,000 રૂપિયાથી વધુ પગાર મળે છે.
દીપેન્દર ગોયલ અને ઝોમેટો સીએફઓ અક્ષત ગોયલે એક પત્રમાં જણાવ્યું હતું કે, "અમે અમારા ડિલિવરી ભાગીદારોને યોગ્ય મહેનતાણું ચૂકવીએ છીએ. સાથે મળીને વધુ કમાવાની તકો છે, જે કદાચ અમારી સાથે કામ કરવાનું પસંદ કરવાનું કારણ છે."
Ola Electric Scooterમાં મળશે કાર જેવું જ આ ખાસ ફીચર, 15 ઓગસ્ટે થશે લોન્ચ