પણજીઃ જાણીતી ફરફ્યૂમર મોનિકા ઘુર્ડે ગોવાના સાંગોલ્ડમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતુ કે, તેના શરીર પર કપડા નહોતા અને તેના હાથ બેડ સાથે બાંધવામાં આવ્યા હતા. પોલીસે 39 વર્ષિય મોનિકાના રેપ બાદ હત્યા કરવામાં આવી હોવાની આશંક વ્યક્ત કરી હતી.
આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું હતું કે, મોનિકાના ગળા પર નિશાન મળી આવ્યા હતા. જેનાથી એવુ લાગી રહ્યુ છે કે, તેમનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. મોનિકા ઘુર્ડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ તેના મોતના કારણ અંગે જાણી શકાશે.
પોલીસ અધિકારી રાજેશ કુમારે જણાવ્યું હતુ કે, અમને આ ઘટના અંગે કાલ રાતે જાણકારી મળી હતી. અમને તેમનું નિર્વસ્ત્ર શરીર મળી આવ્યું હતું અને ફ્લેટમાં ચોરી પણ થઇ છે.
જોકે પોલીસે એ નથી જાણી શકી કે ત્રણ ફ્લેટના મકાનમાં મોનિકા કેમ એકલી રહેતી હતી.
બિલ્ડિંગના ચોકીદારે કથિત રૂપથી પોલીસને જણાવ્યું હતુ કે, તેમને અપાર્ટમેન્ટમાં કોઇના જવાને લઇને કોઇ જાણકારી નથી. પોલીસે ગામના ઘણા લોકોની પુછપરછ કરી છે.
મોનિકા ઘુર્ડે આ વર્ષે જુલાઇ મહિનામાં જ પ્રોવોરિમ ગામથી સાંગોલ્ડા શિફ્ટ થઇ હતી. સાંગોલ્ડ ગામની રાજધાની પણજીથી 10 કિમી દૂર આવેલ છે.