લખનઉ: બીએસપી સુપ્રીમો માયાવતી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરનાર સ્વાતિ સિંહને ભાજપે ઉત્તર પ્રદેશ મહિલા મોર્ચાની પ્રદેશ અધ્યક્ષ બનાવી છે. સ્વાતિ સિંહ માયાવતીને ગાળો આપી ચર્ચામાં આવનારા યૂપી ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહની પત્ની છે.
સ્વાતિ સિંહ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી સામે ચૂંટણી લડવાની ચીમકી આપી હતી, તેણે કહ્યું હતું કે માયાવતી યૂપીમાં કોઈપણ સીટ પરથી ચૂંટણી લડે તે તેની વિરૂધ્ધમાં ચૂંટણી લડશે.
માયાવતી વિરૂધ્ધમાં વિવાદીત નિવેદન આપી ચર્ચામાં રહેલા દયાશંકરની પત્ની સ્વાતિ સિંહે કહ્યું હતું કે ચૂંટણી લડવા કરતા મહત્વપૂર્ણ મુદ્દોમા-દિકરીની સમ્માનની લડાઈનો છે.
સ્વાતિ સિંહે કહ્યું તે એક વખત માયાવતીની સામે બેસીને કેટલાક સવાલો પૂછવા માંગે છે. તે પોતાને બહેનજી અને દેવી તરીકે ઓળખાવે છે. હુ એ દેવીને પૂછવા માંગું છું કે જે દેશમાં છોકરીઓને દેવી માનવામાં આવે છે તેમની પૂજા કરવામાં આવે છે, તેમનું અપમાન કરવાનો અધિકાર તેમને કોણે આપ્યો છે.
સ્વાતિ સિંહે કહ્યું ચૂંટણી પણ એ માત્ર એટલા માટે લડવા માંગે છે, જેના કારણે ખબર પડી શકે કે સમાજના લોકો કોના તરફ છે. એ દેવી સાથે છે જેણે બીજી દેવીનું અપમાન કર્યું છે કે મા-દિકરીના સમ્માન માટે લડાઈ કરતી એક મહિલા તરફ છે.