Chandrayaan 3 Launch:ભારતનો ઈતિહાસ રચવાની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈસરો 14 જુલાઈએ તેનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં ISRO એ જાણ કરી હતી કે પ્રક્ષેપણ હવે 14 જુલાઈ, 2023 ના રોજ SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર), શ્રીહરિકોટાથી બપોરે 2:35 વાગ્યે થશે.


Chandrayaan 3 Launch: ISRO 14 જુલાઈ, 2023 ના રોજ SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર), શ્રીહરિકોટા ખાતેથી બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3 લોન્ચ કરશે.


ભારતનો ઈતિહાસ રચવાની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈસરો 14 જુલાઈએ તેનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં ISRO એ જાણ કરી હતી કે પ્રક્ષેપણ હવે 14 જુલાઈ, 2023 ના રોજ SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર), શ્રીહરિકોટાથી બપોરે 2:35 વાગ્યે  થશે. બીજી તરફ, ભારતના આ મિશન અંગે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ISRO દ્વારા આ અઠવાડિયે લોન્ચ કરવામાં આવનાર ચંદ્રયાન-3 મિશન સાથે ભારત ચોથો દેશ બની જશે. ચંદ્રની  સપાટી પર આ યાન  ઉતારનાર ચોથો દેશ બની જશે.


6 પૈડાવાળું રોવર ચંદ્ર પર 14 દિવસ સુધી કામ કરશે


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,  ચંદ્રયાન-3 એ ચંદ્રયાન 2નું આગામી મિશન છે, જેનું લક્ષ્ય ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું અને ત્યાં જમીન પર ચાલવાનું છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી તે સરળતાથી ચંદ્રની સપાટી પર ઉતરી શકે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ 6 પૈડાવાળું રોવર બહાર આવશે અને 14 દિવસ સુધી ચંદ્ર પર કામ કરી શકશે. તેમણે કહ્યું કે રોવર પરના કેમેરાની મદદથી અમે તસવીરો મેળવી શકીશું.


ચંદ્રયાન -3નો હેતુ



  • ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ

  • ચંદ્રમા પર રોવરનું ફરવાનું પ્રદર્શન

  • ઇન સીટૂ વૈજ્ઞાનિક પ્રયોગનુ સંચાલન

  • ચંદ્ર -1 કરી હતી ચંદ્ર પર પાણીની શોધ


ચંદ્રની સપાટી પર પાણીની હાજરીની શોધનો શ્રેય ચંદ્રયાન-1ને જાય છે, જે વિશ્વની અવકાશ એજન્સીઓ માટે એક નવી શોધ હતી. જેનાથી નાસા પણ પ્રભાવિત થયું હતું અને તેને તેમના આગળના પ્રયોગો માટે આ ઇનપુટનો ઉપયોગ કર્યો હતો.


 ચંદ્રયાન-3 આગલા સ્તર પર કામ કરશે. અવકાશયાન તેના પ્રક્ષેપણ માટે ISRO દ્વારા વિકસિત પ્રક્ષેપણ વાહન માર્ક-III નો ઉપયોગ કરશે. ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવર મોડ્યુલ્સ પણ પેલોડ્સ સાથે કાર્યરત છે, જે વૈજ્ઞાનિક સમુદાયને ચંદ્રની માટી અને ખડકોની રાસાયણિક અને મૂળ રચના સહિત વિવિધ ગુણધર્મો પર ડેટા પ્રદાન કરશે.આ સાથે તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ના પ્રક્ષેપણને લઈને દેશમાં જબરદસ્ત ઉત્સાહ છે.