Chandrayaan 3 Land:ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ સાથે, દેશભરમાં ઉત્સાહ ઉમંગ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો. આ ખુશીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. તેમણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને અભિનંદન પાઠવ્યા હતા.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, "આ સિદ્ધિ માટે ISRO ટીમને અભિનંદન. ચંદ્રયાન 3નું દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ એ આપણા વૈજ્ઞાનિકોની જબરદસ્ત પ્રતિભા અને દાયકાઓની મહેનતનું પરિણામ છે. તેમણે વધુમાં કહ્યું, "1962 થી, ભારતનો અવકાશ કાર્યક્રમ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને સ્વપ્ન જોનારાઓની યુવા પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે."
ઇસરોએ શું કહ્યું
ઇસરો પ્રમુખ એસ સોમનાથે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આપણે ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ભારત ચાંદ પર છે. ન્યુઝ એજેન્સી પીટીઆઇએ ઇસરોના અધિકારીના હવાલાથી જણાવ્યું કે, ચંદ્રમાની સપાટી અને આસપાસના વાતાવરણનું અધ્યયન કરવા માટે લેન્ડર અને રોવરની પાસ એક ચંદ્ર દિવસ (પૃથ્વીના લગભગ 14 દિવસ બરાબર)નો સમય થશે.
ઉલ્લેખનિય છે કે, દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ સાથે જ ભારત દુનિયાનમાં અહીં પહોંચનાર પહેલો દેશ બની ગયો છે. આ પહેલા ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ ચીન, અમેરિકા રશિયા કરી ચૂક્યું છે પરંતુ દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે.
ઉલ્લેખનિય છે કે. ચંદ્રયાન-3 મિશન પર 600 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેના પ્રક્ષેપણ યાન લોન્ડ વ્હિકલ માર્ક-3 (એલવી એમ-3) રોકેટ દ્રારા લોન્ચ કરવામાં આવ્યું હતું.