Gandhinagar News: ભાજપ અનુસૂચિત મોરચાના પ્રદેશ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે.  ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ અનુસૂચિત મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમ ગેડિયાની આગેવાનીમાં 16 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાજુભાઈ અઘેરા, જુનાગઢ શહેર પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જીતેન્દ્રભાઈ ચનાભાઈ મણવર (જીતુ મણવર), વલસાડ જિલ્લા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વસંતભાઈ મગનલાલ પરમાર, ગાંધીનગર શહેર પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અનિતાબેન જીજ્ઞેશભાઈ પરમા, બનાસકાંઠા જીલ્લા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રમેશભાઈ ડી જાખેસરા, સાબરકાંઠા જિલ્લા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નટુભાઈ મોહનભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે.


પ્રદેશ મહામંત્રી તરીકે કોની થઈ વરણી


કર્ણાવતીના પ્રદેશ મહામંત્રી તરીકે વિક્રમભાઈ ચૌહાણ, ગાંધીનગર શહેર પ્રદેશ મહામંત્રી તરીકે દેવેન રતિલાલ વર્માની વરણી કરવામાં આવી છે. જ્યારે જામનગર શહેર પ્રદેશ મંત્રી તરીકે બાબુભાઈ લાખાભાઈ ચાવડા, ભાવનગર જીલ્લા પ્રદેશ મંત્રી તરીકે અનિલભાઈ નાગજીભાઈ ગોહિલ, ગાંધીનગર જીલ્લા પ્રદેશ મંત્રી તરીકે નિલેશભાઈ અરવિંદભાઈ આચાર્ય, ભરૂચ પ્રદેશ મંત્રી તરીકે દિનેશભાઈ અંબાલાલ રોહિત, પાટણ પ્રદેશ મંત્રી તરીકે ગંગારામભાઈ કમાભાઈ સોલંકી, સુરત જીલ્લા પ્રદેશ મંત્રી તરીકે રિદ્ધિબેન મહેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.






આ સિવાય કર્ણાવતીના પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે ઉમંગભાઈ સરવૈયા તથા કર્ણાવતી પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે કુનાલ પારઘીની વરણી કરવામાં આવી છે.


અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્રણ ટર્મથી ચૂંટાઈને આવતા સાંસદ કાછડીયાએ કહ્યું, અમરેલી જિલ્લો 100 ટકા વિકાસની દ્રષ્ટિએ પછાત રહ્યો છે. અધિકારીઓ, પદાધિકારીઓ અને પ્રેસમીડિયાના માધ્યમથી જિલ્લાનો વિકાસ થાય એ પોઝિટિવિટી તરફ આગળ વધીએ. ભાજપ કાર્યાલયે યોજાયેલી પ્રેસમાં સાંસદે જિલ્લાને વિકાસથી પછાત ગણાવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં નારણ કાછડીયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને હરાવ્યા હતા અને સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાયા હતા. અમરેલી લોકસભા બેઠક પર 1962થી 2019 સુધીમાં 7 વખત કોંગ્રેસનો અને 6 વખત ભાજપનો વિજય થયો છે.