Chandrayaan 3 Launch: ચંદ્રયાન -3ના લેન્ડિંગની આતુરતાથી રાહ જોવાઇ રહી છે,તેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.


 ચંદ્રયાન-3ની યાત્રા કુલ 40 દિવસની રહેશે. જે બાદ તે તેની ભ્રમણકક્ષામાં પહોંચશે અને ચંદ્રની પરિક્રમા કર્યા બાદ રોવર લેન્ડ થશે. ચાલો એક પછી એક જાણીએ કે આ સમગ્ર મિશનનથી દેશને શું લાભ થશે.


મિશન ચંદ્ર મિશન


હવે જો ભારતના આ મિશન મૂનના ઉદ્દેશ્યની વાત કરીએ તો તેમાં પહેલો હેતુ લેન્ડરનું સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ હશે. આ પછી, તેનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર ચાલતા રોવરને બતાવવાનો અને વૈજ્ઞાનિક પરીક્ષણો કરવાનો રહેશે.


મિશન મૂનથી દેશને  શું મળશે?


હવે બીજો પ્રશ્ન એ છે કે, મિશન મૂનથી ભારતને શું મળશે. આનાથી ચંદ્ર, પૃથ્વી અને બ્રહ્માંડની સારી સમજ આપી મેળવી શકાશે. ભારત વિદેશી મદદ વગર પોતાની ક્ષમતા બતાવી શકશે. તે પણ એક મોટી સિદ્ધિ છે.  આ ઉપરાંત, અબજ ડોલરના સ્પેસ માર્કેટમાં દેશની હાજરી  મજબૂત બનશે. વિશ્વના પસંદગીના દેશોની ક્લબમાં પ્રવેશ મળશે.


રોકેટ ત્રણ ભાગમાં કામ કરશે


ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પછી ત્રણ સ્ટેપ  હશે. પ્રથમ પ્રોપલ્શન મોડ્યુલ હશે, જેમાં લેન્ડર ચંદ્રની ભ્રમણકક્ષાથી 100 કિમી ઉપર રોવર છોડશે. આ પછી, બીજા લેન્ડર મોડ્યુલ સાથેનો એક ભાગ હશે, જેમાં રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. આ પછી, છેલ્લો સ્ટેપ રોવર હશે, જેમાં રોવર ચંદ્ર પર ઉતરશે અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરશે.


ચંદ્રની સપાટી પરથી રોવરનું મિશન જમીનની તપાસ કરવા ઉપરાંત ત્યાંના વાતાવરણ, રાસાયણિક પૃથ્થકરણ અને ખનિજની શોધખોળ કરવા ઉપરાંત સપાટીના ચિત્રો મોકલવાનું રહેશે.


રોકેટની લાક્ષણિકતાઓ


રોકેટની ખાસિયતની વાત કરીએ તો તે દેશનું સૌથી ભારે રોકેટ છે. જેનું કુલ વજન 640 ટન અને લંબાઈ 43.5 મીટર છે. તેનો વ્યાસ 5 મીટર, ક્ષમતા 200 કિમી અને લગભગ 8 ટનનો પેલોડ છે, જે 35 હજાર કિમી સુધી અડધું વજન વહન કરવા સક્ષમ છે.


અવકાશ ક્ષેત્રમાં નોકરીઓ


ભારતમાં સ્પેસ સેક્ટરમાં જોબ્સનો સ્કોપ પણ ઝડપથી વધ્યો છે, એટલે જ આ ક્ષેત્રમાં  વર્ષ 2020માં  કુલ 45 હજાર નોકરીઓ હતી. જે બાદ હવે 2030 માટે 2 લાખ નોકરીઓનો અંદાજ લગાવવામાં આવ્યો છે. સ્પેસ ટેક કંપનીઓની વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધુ 5,582 કંપનીઓ કામ કરી રહી છે, ત્યારબાદ યુનાઇટેડ કિંગડમમાં 615, કેનેડામાં 480, જર્મનીમાં 402 અને ભારતમાં કુલ 368 કંપનીઓ કામ કરી રહી છે.