Viral Video: શાળામાં યોજાનારી વાલી-શિક્ષક મીટિંગનું નામ સાંભળતા જ બાળકોના ચહેરાનો રંગ ઉડી જાય  છે. આ સામાન્ય રીતે બાળપણમાં બધા બાળકો સાથે થાય છે. વાલી-શિક્ષક મીટીંગ દરમિયાન, શિક્ષક બાળક દ્વારા શાળામાં કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપે છે.  આ દરમિયાન માતા-પિતાએ પણ શિક્ષકને ઘરે બાળક દ્વારા કરવામાં આવતા તોફાન વિશે ખુલીને વાત કરે છે  પરંતુ આજના સમયમાં માતા-પિતા બાળકો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ વર્તન કરે છે. જેના કારણે બાળકો હવે તેમના માતા-પિતાથી ડરતા નથી અને તેઓ તેમની સાથે ખુલીને વાત કરે છે.               

  




હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક તેના પિતાને પેરેન્ટ-ટીચર મીટિંગમાં જતા પહેલા શિક્ષકની સામે શું બોલવું અને શું ન કહેવું તે સમજાવી રહ્યું છે. વીડિયોમાં સોશિયલ મીડિયા યુઝર્સ જોઈ શકે છે કે બાળકનો વીડિયો બનાવતી વખતે તેના પિતા સ્કૂલમાં પેરેન્ટ-ટીચર મીટિંગ દરમિયાન બાળકને ટીચરને શું કહે છે તે પૂછી રહ્યા છે. તે પછી બાળક કહે છે કે તેણે શિક્ષકને એવું નથી કહેવાનું કે તે તે શાળાએથી આવે છે કુકીઝ વેફર્સ ખાય છે પરંતુ એવું કહેવાનું છે કે, તે શાળાથી આવે છે.ખીચડી ખાઇ છે અને અને સૂઈ જાય છે. ત્યારબાદ પિતા કહે છે કે, હું શા માટે જૂઠું બોલું, તું દલિયા  અને ખીચડી બિલકુલ ખાતો જ  નથી… તુ તો કુરકરે બિસ્કિટ આ બધું જ નાસ્તામાં ખાઇ છે. જો કે બાદ બાળક પિતાને સલાહ આપે છે કે, તમારે આ વાત શિક્ષકને કહેવાની જરૂર નથી. જો આપ ન જુઠુ ન બોલો તો મમ્મી વાત કરશે તમે કંઇ ન બોલશો, આ ફનિ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયો મોટી સંખ્યામાં શેર થયો છે અને યુઝર્સ તેના પર ફનિ કમેન્ટ પણ કરી રહ્યાં છે.


આ પણ વાંચો


ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં ફરી પ્રસાદ મામલે સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો અને ભક્તોની માંગણી


IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું


Gujarat Monsson: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર


Shani Dosh Upay: કુંડળીમાં શનિની બગડેલી દશાને કેવી રીતે કરશો ઠીક ? જાણો શનિના મુખ્ય ઉપાય