AMBAJI : ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થ સ્થાન અંબાજીના ગબ્બરમાં હવે ફરી પ્રસાદને લઇને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ભક્તોએ માતાજીને રાજભોગ ધરાવવા માટે અનુરોધ કર્યો છે. જાણીએ ગબ્બરમાં પ્રસાદને લઇને શું છે સમગ્ર વિવાદ અને ભક્તજનની સમગ્ર મામલે શું છે માંગણી
અંબાજી બાદ હવે ગબ્બર પર્વત પર પ્રસાદીને લઈ વિવાદ સર્જાયો છે. ગબ્બર પર્વત પર પરિક્રમામાં આવતા મંદિરોમાં માતાજીને થાળ ધરાવવાના બદવે હવે માત્ર 80 ગ્રામ મોહનથાળનો જ ભોગ લગાવામાં આવે છે. જેને લઇને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ભક્તોની માંગણી છે કે, શાસ્ત્રોક્ત પ્રણાલી મુજબ માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે. ફરીથી આ વિધિ વિધાનને મંદિરમાં શરૂ કરવામાં આવે.
ઋષિકેસ પટેલે જણાવ્યું હતું કે, અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચીકી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો તેને નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે. અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો. મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે પરંપરાને ફરી શરુ કરાવવાની નેમ લઈને કહ્યું કે અમે આ નહીં ચાલવા દઈએ. ઉલ્લેખનિય છે કે, માતાજીને રાજભોગ એટલે થાળ ધરાવાવની પ્રણાલી હોવાથી હાલ માત્ર 89ગ્રામ મોહન થાળ ઘરાવાતા ભક્તજનોએ રાજભોગ થાળ ધરાવવા માંગણી કરી છે.
ઉ્લ્લેખનિય છે કે, ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અઙીં ખાસ કરીને પૂનમે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. યાત્રાધામ અંબાજી ખાત માઁ અંબા નો પ્રાગટ્ય દિવસ પોષીપૂનમ સુખડીનો મહાપ્રસાદ ધરાવવાની પણ પરંપરા છે.