Covid-19 In China LIVE Update: ચીન કોરોનાની સ્થિતિને લઇને નવી પ્રોટોકોલ એડિશન કરી જાહેર, જાણો શું છે સ્થિતિ

ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશની સ્ટેટ કાઉન્સિલે વાયરસ નિયંત્રણ પ્રોટોકોલની 10મી આવૃત્તિ બહાર પાડી છે. જેમાં નવી યોજનામાં મ્યુટેટેડ વિરિયન્ટ પર વોચ રાખવી ખાસ છે.

gujarati.abplive.com Last Updated: 08 Jan 2023 11:05 AM

બ્રેકગ્રાઉન્ડ

Covid-19 In China: ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશની સ્ટેટ કાઉન્સિલે  વાયરસ નિયંત્રણ પ્રોટોકોલની 10મી આવૃત્તિ બહાર પાડી છે. જેમાં  નવી યોજનામાં મ્યુટેટેડ વિરિયન્ટનું નિરીક્ષણ  અને પ્રારંભિક...More

China Corona Update:વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇન સમાપ્ત

ગયા મહિને સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ચીનના લોકોએ વિદેશ પ્રવાસની યોજના શરૂ કરી હતી. જો કે, ઘણા દેશોએ ચીનથી આવતા મુસાફરો પર નિયંત્રણો લાદી દીધા છે કારણ કે ચીનમાં કોરોના ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયો છે. અગાઉ, શનિવારે (7 જાન્યુઆરી) ચીનની સરકારે કોવિડ સંબંધિત કેસોમાં અટકાયતમાં લેવામાં આવેલા લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.


China Corona Update:ચીનમાં કોરોનાથી આક્રોશ


જણાવી દઈએ કે ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચી ગયો છે. 40 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે. દરરોજ ચેપના એટલા બધા કેસો સામે આવી રહ્યા છે કે હોસ્પિટલોમાં બેડની અછત છે. કોરોનાને કારણે લાખો લોકોના મોત થયા છે, પરંતુ કોઈ સચોટ માહિતી નથી કારણ કે ચીન સાચો આંકડો રજૂ કરતું નથી. કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે ત્યાંનું આરોગ્ય તંત્ર ભાંગી પડ્યું છે. કોરોના વેક્સીનને લઈને સંકટ યથાવત છે. મોટાભાગના યુવાનો જાણીજોઈને પોતાને ચેપ લગાડે છે જેથી તેમના શરીરમાં એન્ટિબોડીઝ રહે અને તેમને હરવા-ફરવામાં કોઈ તકલીફ ન પડે.