Rape With Minor Girl In MP: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની કિશોરી પર બળાત્કારનો મામલો સતત જોર પકડી રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે. દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે ગુસ્સો વ્યક્ત કરીને પ્રતિક્રિયા આપી છે.


 રાહુલ ગાંધીએ  એક્સ  પર લખ્યું, 'મધ્ય પ્રદેશમાં 12 વર્ષની બાળકી પર આચરવામાં આવેલ ભયાનક અપરાધ ભારત માતાના હૃદય પર આઘાત સમાન છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ મહિલા પર  દુષ્કર્મના  ગુનાઓ નોંધાયા છે.  અહીં ગુનેગારો તો ગુનેગાર છે જ,  ઉપરાંત રાજ્યની ભાજપ સરકાર પણ ગુનેગાર જ છે, જે દીકરીઓની સુરક્ષા કરવામાં અસમર્થ છે.


ચૂંટણીના ભાષણો, દાવાઓ અને નારાઓની વચ્ચે દબાઇ ગઇ પીડિતાની ચીસો


રાહુલ ગાંધીએ ણે એક્સ ( જે પહેલા ટ્વીટ હતુ) કરીને લખ્યું કે, ન તો ન્યાય છે ન કાયદો વ્યવસ્થા અને ન કાર, આજે મધ્યપ્રદેશની દીકરીઓની સ્થિતિને જોતા આખો દેશ શર્મશાર છે પરંતુ પ્રદેશના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રીને બિલકુલ શરમ નથી. ચૂંટણીના ભાષણો, ખોખલા દાવાની વચ્ચે દીકરીઓની ચીસ દબાઇ ગઇ છે.


મદદ માટે  અઢી કલાક સુધી ભટકતી રહી બાળકી


મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક દુષ્કર્મ પીડિતા બાળકી બેશુદ્ધ હાલતમાં મળી હતી. પોલીસના નિવેદન મુજબ બાળકી લોહીથી લથપથ હાલતમાં  મળી હતી પરંતુ કોઇએ પણ મદદ ન કરી. આ મુદ્દે રાહુલ ગાંધીએ આક્રોશ વ્યક્ત કર્યો છે.


આ પણ વાંચો


Surat: કાપોદ્રામાં 20 વર્ષીય રત્નકલાકારનું હાર્ટએટેકથી નિધન, 3 મહિના પહેલા જ થયા હતા લગ્ન


Stock Market Closing: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 173 પોઈન્ટનો ઉછાળો


Asian Games 2023: શૂટિંગમાં ભારતનો દબદબો યથાવત, ઈશા સિંહે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો


જલ્દી કરો... નહીં તો તક જતી રહેશે! SBIની Wecare FD સ્કીમનો લાભ આ દિવસ સુધી જ મળશે