સિનોફાર્મની ચાઇના નેશનલ બાયોટેક ગ્રુપ ચીન સિવાય સંયુક્ત આરબ અમીરત, બહેરીનમાં હાલ ત્રીજા તબક્કાની બે વેક્સીનનું પરીક્ષણ કરી રહી છે અને 50 હજારથી વધારે વોલેંટિયર પર તેનું પરીક્ષણ ખતમ થવાનું છે. સિનોફાર્મે સોશિયલ મીડિયા વીચેટ પર એક નિવેદનમાં જણાવ્યુંસ પરીક્ષણ ખતમ થવા નજીક છે. જોકે કંપનીએ હજુ અપેક્ષાથી વધારે સારો આંકડો જાહેર કર્યો નથી.
કોવિડ-19 રસીની દોડમાં ભારત અને ચીન સહિત અનેક દેશોની કંપનીઓ સામેલ છે. ભારતમાં 10થી વધારે કંપનીઓ પરીક્ષણ કરી રહી છે. હાલ વિશ્વના અલગ અલગ દેશોમાં 52 વેક્સીનનું માણસો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી 11 વેક્સીનનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે.