નવી દિલ્હીઃ દેશમાં દિવાળી ટાણે ફરી એક વખત કોરોનાનો  કહેર  વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના અનેક જાણીતા નેતાઓ, સેલિબ્રટી  સહિતના લોકો તેની ઝપેટમાં આવી ચુક્યા છે.


ઉત્તરાખંડના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જીનાનું  કોરોનાથી અવસાન થયું હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈ એ ટ્વિટ કર્યું છે. તેમની  દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં  કોવિડ-19 ની સારવાર ચાલતી હતી. અલમોરા જિલ્લાની સલ્ટ વિધાનસભાથી    તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની પત્નીનું થોડા દિવસો પહેલા જ હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું.

સલ્ટથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જીનાના નિધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંસીધર ભગતે શોક વ્યક્ત કરતાં કહ્યું, તેઓ અમારા યુવા, ઉર્જાવાન કાર્યકર્તા અને ધારાસભ્ય હતા. તેઓ દરેક વર્ગમાં લોકપ્રિય હતા. તેમના નિધનથી પાર્ટી તથા સમાજને બહુ મોટી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અમારી પૂરી પાર્ટી આ દુઃખના સમયમાં તેમના પરિવાર સાથે છે.



ઉત્તરાખંડમાં કોરોનાના અત્યાર સુધીમાં 66,788 મામલા નોધાઈ ચુક્યા છે. જેમાંથી 60,900 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને  4251 એકટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાથી 1086 દર્દીના મોત થયા છે.

ધનતેરસ પર સોના-ચાંદી સહિત સાવરણી ખરીદવાનું પણ છે વિશેષ મહત્વ, જાણો શું છે કારણ

અમેરિકાઃ ટ્રમ્પ નવા જૂની કરવાની તૈયારીમાં, રક્ષા વિભાગના ટોચના અધિકારીને પદ પરથી હટાવ્યા

Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા દોઢ લાખ મામલા, 1600 લોકોના મોત