મધ્યપ્રદેશના ઇંદોરમાં 6 લોકો AY.4 કોરોના વેરિયન્ટથી સંક્રમિત થયા છે. ચિંતાની વાત એ છે કે, આ બઘા જ લોકો વેક્સિનેટ હતા. આ 6 લોકોએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હતા.
બ્રિટેનમાં તબાહી મચાવ મચાવનાર કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટનું જ નવું સ્વરૂપ AY.4 હવે ભારતમાં પણ જોવા મળ્યું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે. મધ્યપ્રદેશના ઇંદોરમાં 6 સંક્રમિત લોકોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. સીએચએચઓ બીએસ સૈત્યએ જણાવ્યું કે, આ બધા જ દર્દીઓ સંપૂર્ણ રીતે વેક્સિનેટ હતા.
આ સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે, AY.4 વેરિયન્ટ વધુ સંક્રામક છે? જો કે આ સવાલનો જવાબ આપતા સેન્ટર ઓફ સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીના પૂર્વ ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, હજું સુધી આ વાતનો હજું કોઇ પુરાવો નથી મળ્યો કે, AY.4 વેરિયન્ટ ડેલ્ટાથી વધુ સંક્રામક છે,જો કે આ નવો વેરિયન્ટ નથી પરંતુ સબવેરિયન્ટ પણ જવાબદાર હોઇ શકે છે. રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, આ વેરિયન્ટથી બ્રેકથ્રૂ ઇન્ફેકશન વધી શકે છે.
UKHSA એ જણાવ્યું કે, આ વેરિયન્ટમાં બે મ્યુટેશનનો સમાવેશ થાય છે, જેમાં Y145H અને A222V કહેવાય છે. અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
યુકેમાં લગભગ 50,000 નવા કોવિડના કેસ નોંધાયા છે, જે છેલ્લા ત્રણ મહિના બાદનો સૌથી મોટો આંકડો છે. જો કે અહીં ચિંતાજનક વાત એ છે કે, કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હોસ્પિટલાઇઝેશન અને ડેથ રેટ પણ વધી રહ્યો છે.
દુનિયાભરમાં 4Y.4ના સૌથી વધુ કેસ બ્રિટેનમાં સામે આવ્યાં છે. જો કે અમેરિકામાં પણ આ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.મહારાષ્ટ્રમાં થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, AY.4 વેરિયન્ટનું ક્લિનિકલ કૈરેક્ટરિસ્ટિક B.1.617.2 જેવું છે. આ બુલેટિનમાં કહેવાયું છે કે, હાલ કોઇ ચિંતાની વાત નથી. જો કે INSACOGના 13 સપ્ટેમ્બરના બુલેટિનના રિપોર્ટ મુજબ ડેલ્ટા અને ડેલ્ટા સબલાઇનેઝ વેરિન્યટ ઓફ કન્સર્ન બની રહેશે.