Crime News:ગાંધીનગરના અડાલજના ત્રિમંદિર પાસે  આ મુદ્દે બોલાચાલી બાદ  અંધાધૂંધ ફાયરિંગ, ગોળી વાગતાં પગમાં પહોંચી ઇજા


 ગાંધીનગરના અડાલજ પાસે પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગમાં ઈશ્વર ઉર્ફે પીન્ટુ રબારીના પગના ભાગે ગોળી વાગી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી છે. ફાયરિંગ મહેસાણાના ફેનીલ પટેલે કર્યું હોવાની માહિતી મળી છે. ગુરૂવારે સાંજે 7:30થી 8 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં પૈસાની લેવડ દેવડમાં બોલાચાલી બાદ ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસે મુખ્ય આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.