અહેવાલમાં જણાવ્યું છે કે, આ અંગે યુપીએસસીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે પ્રમાણે યુપીએસસીની પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે, તેમાંથી જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે, તેઓ જ પરીક્ષામાં બેસી શકશે. આ સૂચના પછી આઇએએસ સહિત અન્ય મુખ્ય સેવાઓની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ ચિંતિત થઈ ગયા છે. હવે તેઓ તૈયારી કરે કે પછી કોવિડનો ટેસ્ટ કરાવે. પરીક્ષામાં મોટી સંખ્યામાં બિહાર, યુપી, દિલ્લી સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ બેસે છે.
અહેવાલમાં જણાવાયું છે કે, પરીક્ષામાં બેસવા માટે સરકાર તરફથી નામાંકિત હોસ્પિટલોમાં કોવિડનો ટેસ્ટ કરાવવા માટે કહેવાયું છે. જે વિદ્યાર્થીઓનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવશે, તેઓ પરીક્ષાથી વંચિત રહી જાશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ સમાચારમાં જ કોઈ જ પ્રકારનું તથ્ય નથી.