સાર્વત્રિક વરસાદને પગલે 74 ડેમ એવા છે જેને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે 9 ડેમ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 140 ડેમમાં 71.17 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 40.83 ટકા પાણીનો જથ્થો છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.71 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 38.70 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 66.96 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51.52 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત
વરસાદની વાત કરીએતો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 116 ટકા વરસાદ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 97.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 53 ટકા. ઉત્તર ઝોનમાં 48.92 ટકા અને સૌથી ઓછો મધ્ય ઝોનમાં 47.65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.