WHOના પ્રમુખ ડોક્ટર ટ્રેડસ અધનોમે કહ્યું કે, 2022 કોરોના મહામારીનું અંતિમ વર્ષ હોઇ શકે છે પરંતુ તે માટે વિકિસિત દેશોએ તેમની વેક્સિન અન્ય દેશોને વહેચવી પડશે.
ઓમિક્રોનના ઝડપથી વધતાં કેસની વચ્ચે WHOના પ્રમુખ ડોક્ટર ટ્રેડસ અધનોમે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 2022નું વર્ષ કોરોના મહામારીનું અંતિમ વર્ષ હોઇ શકે છે. પરંતુ તે માટે વિકિસિત દેશોએ તેમની વેક્સિન અન્ય દેશોને વહેચવી પડશે. કોરોના તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે.
WHOના પ્રમુખ ડોક્ટર ટ્રેડસ અધનોમે સંપૂર્ણ જાણકારી આપતાં વિશ્વાસથી જણાવ્યું કે, 2022નું વર્ષ કોરોના મહામારી માટે અંતિમ હશે. જો કે તેના માટે એક શરત મૂકી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાને ગૂડ બાય કહેવા માટે સંક્રીર્ણ રાષ્ટ્રવાદ અને વેક્સિનની જમાખોરીથી બચવું પડશે. WHOના પ્રમુખ ડોક્ટર ટ્રેડસ અધનોમે કહ્યું કે, વેક્સિનની અસામનતાએ જ ઓમિક્રોન જેવા વેરિયન્ટના ફેલાવાને સ્પેસ આપી છે.
તાજા આંકડા દર્શાવે છે કે, દુનિયાના અનેક એવા વિસ્તાર છે જે વેક્સિનેશનમાં બહુ પાછળ છે. ડેમોક્રેટિક રિપબ્લિકન ઓફ કોન્ગો, ચાડ અને હેટી જેવા દેશમાં સંપૂર્ણ વેક્સિનેટ લોકોની સંખ્યા 1 પ્રતિશતથી પણ ઓછી છે. જ્યારે વિકસિત દેશોમાં સંપૂર્ણ વેકિનેટનનો દર 70ટકા છે. WHOના પ્રમુખ ડોક્ટર ટ્રેડસ અધનોમે કહ્યં કે, આ સમાનતાને દૂર કરીને જ આપણે મહામારીથી મુક્ત સામાન્ય જીવન તરફ આગળ વધી શકીશું.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા છે અને 284 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,801 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1525 થયા છે.
1 જાન્યુઆરીએ કેટલા કેસ નોંધાયા
- 1 જાન્યુઆરીએ 22,775 નવા કેસ નોંધાયા હતા અને 406 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
- દેશમાં અત્યાર સુધીમાં 145,44,13,005 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 25,75,225 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
- કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,10,855 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 48 લાખ 89 હજાર 132
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 84 હજાર 561
- એક્ટિવ કેસઃ 1 લાખ 22 હજાર 801
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 81 હજાર 770