યુપીમાં અલ્તાફના મોતથી ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં થયેલા મોતની ચર્ચા જગાવી છે. ગયા વર્ષે એટલે કે 2020 માં, 76 લોકો કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ 15 મોત થયા છે.


છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં પોલીસ કસ્ટડીમાં 1888 લોકોના મોત થયા છે. જ્યારે માત્ર 26 પોલીસકર્મીઓ જ દોષી સાબિત થયા હતા.


નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, જો આપણે દેશભરમાં છેલ્લા 20 વર્ષના ડેટા પર નજર કરીએ તો, કસ્ટોડિયલ ડેથના કેસમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ 893 કેસ નોંધાયા છે. 358 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ માત્ર 26 પોલીસકર્મીઓને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે.


NCRB ડેટાનો અભ્યાસ દર્શાવે છે કે, 2006માં સૌથી વધુ 11 પોલીસકર્મીઓને કસ્ટોડિયલ ડેથ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં યુપીમાં સાત અને મધ્યપ્રદેશમાં ચાર દોષિત જાહેર થયા હતા. ગયા વર્ષે એટલે કે 2020 માં, 76 લોકો કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ 15 મોત થયા છે. આ સિવાય આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાંથી પણ આવા કેસ નોંધાયા છે. જો કે ગયા વર્ષે કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી.


અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતાં ઝડપાયેલાં 3 ગુજરાતી પટેલ યુવક-યુવતી ઝડપાયા


અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ત્રણ ગુજરાતી ઝડપાયા છે. આ ત્રણેય ગુજરાતી પટેલ પરિવારના છે અને તેમની વર્જિન આઈલેન્ડના સેંટ ક્રિક્સ એરપોર્ટ પરથી  ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ ફ્લોરિડા જવાની ફ્લાઈટ પકડે એ પહેલાં નકલી દસ્તાવેજોના કારણે ઝડપાઈ ગયા હતા. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ),  નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ) છે.


અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના ગુનાઈત કેસમાં ત્રણેયને સેંટ ક્રિક્સમાં મેજિસ્ટ્રેટ કોર્ટના જસ્ટિસ ડબલ્યુ. કેનન સામે 2 ડીસેમ્બરે હાજર કરાયા હતા. સરકારી વકીલ ગ્રેટચેન સી.એફ. શેપર્ટે કહ્યું કે,  ન્યાયાધિશને તેમની સામેના આરોપો પ્રાથમિક રીતે સાચા લાગતાં જજે આગળની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ),  નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ) સામે ખોટા દસ્તાવેજો ઉભા કરવાનો તથા અમેરિકામાંથી ડીપોર્ટ કરાયા હોવા છતાં ફરી ખોટી રીતે પ્રવેશ કરવાના આરોપ મૂકાયા છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ),  નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ)નું ફ્લોરિડાનું ડ્રાઈવિંગ લાયસંસ ખોટું હોવાનું જણાતાં તેમની ધરપકડ કરાઈ હતી.


આ પણ વાંચો


ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર


વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ


Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી


40થી વધુ ઉંમરના પુરુષોમાં જો આ 5 લક્ષણો જોવા મળે તો તરત જ તપાસ કરાવવી જોઈએ