Biparjoy cyclone Live Update: ગુજરાતના દરિયાકાંઠે વધ્યું વાવાઝોડાનું સંકટ, પોરબંદર પર લગાવાયું ચાર નંબરનું ભયસૂચક સિગ્નલ
બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાવાઝોડાની અસરને લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે બે વૃક્ષ ધરાશાયી થયા છે. શહેરના વિક્રમ ચોક પાસે આવેલા ખોડીયાર મંદિર સામે વીજળીના તાર પર એક વૃક્ષ ધરાશાયી થયું. વીજળીના બે તાર ભેગા થતાં વિક્રમચોક વિસ્તારના રહીશોના મોટા પ્રમાણમાં ટીવી, પંખા, ફ્રીઝ, એસી બળી ગયા.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે આવ્યા છે. સંભવિત વાવાઝોડા અંગે મનસુખ માંડવિયાએ કલેક્ટર સાથે બેઠક કરીને હાલની સ્થિતી અંગે અધિકારીઓ પાસેથી મેળવી માહિતી. બેઠકમાં DDO સહિતના અધિકારીઓ હાજર રહ્યો. વાવાઝોડા અંગે મનસુખ માંડવિયાએ કહ્યું, ડોક્ટરોની ટીમ પહેલાથી જ તૈયાર રખાઈ છે. સૌરાષ્ટ્ર , કચ્છને વાવાઝોડું હિટ કરે તેવું લાગી રહ્યુ છે, જેથી તાત્કાલિક સારવાર પહોંચાડી શકાય જેની તૈયારી રાખવા માટે સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ વાવાઝોડું પોરબંદરથી 450 કિમી, દ્વારકાથી 490 કિમી અને નલિયાથી 570 કિમી દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.
વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી દ્વારકા, પોરબંદર, મોરબી, કચ્છ, જુનાગઢ, જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 15 તારીખે સવારથી બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. 14 અને 15 જૂન વચ્ચે દરિયો તોફાની બનશે. 14 તારીખે રાજકોટ , ભાવનગર જૂનાગઢમાં ભારે વરસાદનો અનુમાન છે
હવામાન વિભાગના અનુમાન મુજબ બાયપર વાવાઝોડાએ દિશા બદલી છે. વાવાઝડો હવે ગુજરાતના દરિયામાં ટકરાશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. IMD સહિતની તમામ વેબસાઈટો પર કચ્છ-સૌરાષ્ટ્રમાંથી વાવાઝડો પસાર થાય તેવા સંકેત મળ્યા છે.
વાવાઝોડાની સ્થિતિને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકિનારાને યલો એલર્ટ આપ્યું છે. છેલ્લા 52 કલાકથી વાવાઝોડું સતત ગુજરાત તરફ ફેટાઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, 14થી 15 જૂનની વચ્ચે વાવાઝોડું જખૌ-નલિયા તરફ પહોંચવાના સંકેત છે.
વાવાઝોડાએ બદલેલા પાથને લઈને સરકારે સતર્કતા વધારી છે. 11.30 વાગ્યે મુખ્યમંત્રી વીડિયો કોન્ફ્રેસથી બેઠક કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કાંઠાના જિલ્લાના કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.ઝીરો કેઝ્યુઅલિટીની નીતિ સાથે અધિકારીને આયોજન કરવા આદેશ આપ્યાં છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓ ની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સમીક્ષા બેઠક યોજી. તેમણે કલેકટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજજ રહેવા આદેશ કર્યો. આ બેઠકમાં મુખ્ય સચિવ અને રાહત કમિશ્નર પણ જોડાયા હતા.
ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. વાવાઝોડાનો અનસર્ટેનિટી કોનનો ટ્રેક ગુજરાત માટે ચિંતાજનક છે. IMDની વેબસાઈટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી આશા છે
વાવાઝોડાની અસરથી ગુજરાતના દરિયા તોફાની બન્યાં છે. માહિતી પ્રમાણે, રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ દ્વારકોનો દરિયા પણ બિપરજૉય વાવાઝોડાના કારણે ગાંડોતૂર બન્યો છે, અને તંત્ર દ્વારા દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં મોડીરાત્રે 217 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને કોઇ નુકશાન ના થાય તે હેતુથી સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાયપર વાવાઝોડા વિશે અંબાલાલે શું કહ્યું
બાયપર વાવાઝોડુ સતત દિશા બદલી રહ્યું છે. વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કરતાં જણાવ્યું કે, વાવાઝોડું અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, વાવાઝોડું ખતરનાક બનતા દરિયો વલોવાશે, અરબ,બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ બનતા ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે. પોરબંદર, માંગરોળ, ઓખા, સલાયા,ગીર, જૂનાગઢ, વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.
બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. વાવાઝોડાનો અનસર્ટેનિટી કોનનો ટ્રેક ગુજરાત માટે ચિંતાજનક છે. IMDની વેબસાઈટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી આશા છે.
ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે.
વાવઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકિનારા નજીક આવી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહિ તેથી ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જો કે આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની હાલની સ્થિતિને જોતા. તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
વાવાઝોડાને કારણે કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડાથી પહેલા સાવચેતીના પગલા તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડના દરિયાકિનારા પર તૈનાત કરવામાં આવી છે.
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.
IMDના તાજેતરના અપડેટ મુજબ, ચક્રવાતી તોફાન રવિવારે સવારે 4 વાગ્યે પોરબંદરથી લગભગ 500 કિમી દૂર હતું. જેમ જેમ તે દરિયાકાંઠે પહોંચશે તેમ સિગ્નલ ચેતવણી બદલાશે. હાલની આગાહી મુજબ તે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા નથી. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા માછીમારોને નિયમિત સલાહ મોકલી રહ્યા છે.
અગાઉ, હવામાન વિભાગના જયપુર કેન્દ્રે ચક્રવાતી તોફાનના કારણે રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગામી સપ્તાહમાં વરસાદની આગાહી કરી હતી.હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર, 14-15 જૂને રાજસ્થાનના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં વરસાદની ગતિવિધિઓ નોંધાય તેવી શક્યતા છે. આ દરમિયાન જોધપુર અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું (VSCS) #Biparjoy અક્ષાંશ 17.4N અને રેખાંશ 67.3E ની નજીક, મુંબઈથી લગભગ 600 કિમી WSW, પોરબંદરથી 500 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 830 કિમી દક્ષિણે કેન્દ્રમાં છે. તે 15 જૂને બપોરે પાકિસ્તાનની આસપાસ અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાતી તોફાન 'બિપરજોય' લગભગ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે જ્યારે 15મી જૂને બપોરે પાકિસ્તાન અનજીક પહોંચવાની આગાહી છે. જેની અસર ગુજરાતના દરિયાકાંઠા પર ચોક્કસ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
Biperjoy cyclone Live update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે.
Biporjoy Latest Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય આગામી 4 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. 15 જૂનની આસપાસ, તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, તે ગુજરાતમાં પોરબંદરથી લગભગ 500 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સ્થિત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય રવિવારે 11 જૂન બપોરે 2.30 વાગ્યાની આસપાસ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. IMD એ 15 જૂન સુધીમાં કચ્છના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે, તે દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા નથી. ચક્રવાત પોરબંદરથી લગભગ 200-300 કિમી અને નલિયાથી 200 કિમી દૂર પસાર થવાની સંભાવના છે.
દરિયાકાંઠે અથડાવાની અપેક્ષા નથી
IMDના તાજેતરના અપડેટ મુજબ, ચક્રવાતી તોફાન રવિવારે સવારે 4 વાગ્યે પોરબંદરથી લગભગ 510 કિમી દૂર હતું. જેમ જેમ તે દરિયાકાંઠે પહોંચશે તેમ સિગ્નલ ચેતવણી બદલાશે. હાલની આગાહી મુજબ તે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા નથી. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા માછીમારોને નિયમિત સલાહ મોકલી રહ્યા છે.
માછીમારોને ચેતવણી
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -