કોરોનાની મહામારી બાદ યંગ એઝમાં હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. ક્રિકેટ રમતા રમતા તો જિમમાં એક્સરસાઇઝ કરતા મોત થયાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. જિમમાં ટ્રેડમિલ પર દોડતા વધુ એક યુવાનનું આજે મોત થયું છે. હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયાની પુષ્ટી થઇ છે.


જિમમાં વર્કઆઉટ દરમિયાન ટ્રેડમિલ પર દોડતી વખતે એક વ્યક્તિનું મોત થયું હતું. વ્યક્તિનો આ વીડિયો જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ગાઝિયાબાદના સરસ્વતી વિહાર વિસ્તારમાં એક જિમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે એક યુવકે જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકને દોડતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તે ટ્રેડમિલ પર દોડતી વખતે પડી ગયો હતો. અકસ્માતનો આ વીડિયો જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હતો અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્દિરાપુરમના એસીપીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.


શું છે સમગ્ર મામલો?


આ મામલો ગાઝિયાબાદના ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મૃતકનું નામ સિદ્ધાર્થ કુમાર છે જે પોતાના પરિવાર સાથે સરસ્વતી વિહાર વિસ્તારમાં રહે છે. સિદ્ધાર્થ તેના ઘરની નજીકના જિમમાં કસરત કરવા જતો હતો. દરરોજની જેમ શનિવારે પણ સિદ્ધાર્થ જીમ ગયો હતો. ત્યાં તે ટ્રેડ મિલમાં કામ કરતો હતો. આ દરમિયાન તે અચાનક બેભાન થઈ જાય છે. આ જોઈને ત્યાં હાજર અન્ય બે લોકો તેની પાસે પહોંચી ગયા હતા પરંતુ હાર્ટ અટેકથી તરત જ તેનું મોત થઇ જતાં સારવારથી તેને બચાવવાનો સમય જ ન રહ્યો અને સિદ્ધાર્થનું મૃત્યુ થઈ જાય છે.

આ પણ વાંચો 


Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ


PM Modi Birthday Live Updates: PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસ બનાવશે BJP, દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામના


Rain Forecast : ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજું પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


Vadodara Rain: ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં 1000 લોકોનું સ્થળાંતર, 11 ગામ એલર્ટ પર, ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ