IND vs SL Stats & Head To Head: આજે એશિયા કપ 2023ની ફાઈનલ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને શ્રીલંકાની ટીમો આ ટાઈટલ મેચમાં પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરશે. ભારતીય ટીમે 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે શ્રીલંકાએ 6 વખત એશિયા કપ જીત્યો છે. ભારત-શ્રીલંકા ફાઇનલ મેચમાં કઈ ટીમનો હાથ ઉપર છે? શું કહે છે બંને ટીમોના આંકડા? જોકે, અમે ભારત-શ્રીલંકા વનડે મેચોમાં હેડ ટૂ હેડ રેકોર્ડ પર એક નજર નાખીશું. અમે એ પણ જાણીશું કે આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોની સફર કેવી રહી?
શ્રીલંકા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાનું પલડું રહ્યું છે ભારે
આંકડા દર્શાવે છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 166 વનડે મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 97 મેચ જીતી હતી. જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે 57 વાર હાર્યું છે. બંને ટીમો વચ્ચે 1 મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે. આ ઉપરાંત 11 મેચના પરિણામ જાહેર થઈ શક્યા નથી. વનડે મેચોમાં શ્રીલંકા સામે ભારતીય ટીમની જીતની ટકાવારી 58.43 છે. આમ, આંકડાઓ અનુસાર, શ્રીલંકા સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે.
બન્ને ટીમોની આવી રહી છે સફર....
તે જ સમયે, જો આપણે એશિયા કપ 2023 ટૂર્નામેન્ટમાં ભારત અને શ્રીલંકાની અત્યાર સુધીની સફર પર નજર કરીએ તો, બંને ટીમો 1-1 મેચ હારી છે. ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકાને હરાવ્યું છે. દાશુન શનાકાની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ ઉપરાંત શ્રીલંકાએ સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યા હતા. આ પહેલા શ્રીલંકાએ લીગ સ્ટેજમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા. જોકે એ જોવાનું રસપ્રદ રહેશે કે કઈ ટીમ એશિયા કપની ફાઈનલ જીતવામાં સફળ થાય છે?