Delhi Air Pollution: વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. CJI NV રમણાએ કહ્યું કે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણને કારણે ગંભીર સ્થિતિ એટલી ગંભીર છે કે ઘરમાં પણ માસ્ક પહેરવાની ફરજ પડે છે.
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ ગંભીર મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વાયુ પ્રદૂષણને કારણે ગંભીર સ્થિતિ એટલી ગંભીર છે કે ઘરમાં પણ માસ્ક પહેરવાની ફરજ પડે છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, તેણે પ્રદૂષણનો સામનો કરવા માટે શું પગલાં લીધાં છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવા પર પણ વિચાર કરવો જોઈએ.
પ્રદૂષણ માટે માત્ર પરાલી જ નથી જવાબદાર
આજે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "ફક્ત પરાલી સળગાવનારાઓને જ જવાબદાર ઠેરવી શકાય નહીં. 70 ટકા પ્રદૂષણનું કારણ ધૂળ, ફટાકડા, વાહનો વગેરે છે, કોર્ટે કહ્યં કે, તેમે જ જણાવો 500 પાર પહોંચ્યા પછી AQI કેવી રીતે નીચે જશે.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "નાના બાળકોની પણ શાળાએ ખુલી છે, તેઓ કેવી હવામાં શ્વાસ લઇ રહયાં છે". મુખ્ય ન્યાયાધીશ રમનાએ કેન્દ્રને કહ્યું કે, "આ મુદ્દે કટોકટી બેઠક બોલાવો અને ઝડપી પગલા લો, . અમે કંઈક એવું કરવા ઈચ્છીએ છીએ, જેથી 2-3 દિવસમાં પરિસ્થિતિ સુધરે. આ એક સળગતી સમસ્યા છે. જેના કારણે સતત અને કાયમ આપણે માસ્ક પહેરવા પડશે.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ખેડુતોને પરાલી માટે દંડિત કરવાના બદલે તેમને પ્રોત્સાહિત કરવાની વાત કેમ નથી કરતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર મદદ કેમ નથી કરતી? પાકના અવશેષોથી ઘણા આર્થિક લાભ થઈ શકે છે. ખેડૂતે આગામી પાક માટે જમીન તૈયાર કરવાની હોય છે. જો આ મામલે તેની મદદ કરવામાં આવે તો સમસ્યાનો સારો હલ નીકળી શકે છે. આ મુદ્દે કોર્ટે સોમવાર સુધી સુનાવણી સ્થગિત કરાઇ છે.