નવી દિલ્લી: દિલ્લીની એક અદાલતે ચેક બાઉંસ મામલામાં દારૂ વેપારી વિજય માલ્યા વિરૂદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કરી દીધું છે. કોર્ટે સરકારને કહ્યું છે કે માલ્યાને ભારત પાછો લાવવા માટે દબાણ બનાવવામાં આવે..


દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે માલ્યાને 4 નવેબરે કોર્ટમાં રજૂ થવા નોટિસ પણ જાહેર કરી છે. અદાલતે વિદેશ મંત્રાલયને કહ્યું છે કે લંડનમાં રહેતા માલ્યાને વૉરંટ મોકલવામાં આવે.. કોર્ટે સખત શબ્દોમાં કહ્યું છે કે વારંવાર નોટિસ મોકલતા હોવા છતાં માલ્યા કોર્ટમાં હાજર થઈ રહ્યા નથી. જેથી તેમને કોર્ટમાં હાજર કરવા સખત પગલાં ભરવા સરકારને આહ્વાન કર્યું છે.

જ્યારે માલ્યાના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, તેમના અસિલ દેશમાં પાછા ફરે તેવી હાલતમાં નથી. તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્લી ઈંટરનેશનલ એયરપોર્ટે 7.5 કરોડ રૂપિયાના ચેક બાઉંસના મામલે માલ્યા વિરુદ્ધ 4 કેસ નોંધવામાં આવી ચૂક્યા છે. જ્યારે બોમ્બે હાઈકોર્ટે પહેલાથી માલ્યાને ભાગેડું જાહેર કરી દીધો છે.