કટરાઃ જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ થયા બાદ વૈષ્ણોદેવી પાસે અર્ધકુમારીમાં ભૂસ્ખલન થતા ચાર શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. જ્યારે સાત ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી છે. તમામ ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને કટરાની નારાયણા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે જગ્યાએ ભૂસ્ખલન થયું છે ત્યાંથી વૈષ્ણોદેવી મંદિર લગભગ 6 કિલોમીટર દૂર છે.
આ દુર્ઘટના અર્ધકુમારીની ગુફા પાસે બની છે. હાલ મળતી વિગતો અનુસાર, ત્રણ શ્રદ્ધાળુઓનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. મોટાભાગના શ્રદ્ધાળુઓને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ છે.