અમદાવાદઃ  કોરોનાવાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.


અત્યારે દુનિયાભરમાં કોરોના વાયરસની ચર્ચા  ચાલી છે અને કોરોનાવાયરસે ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે ત્યારે કોરોનાવાયરસના ચેપથી બચવા માટે શું કરવું સૌથી મહત્વનું છે. કોરોનાવાયરસ ભેદી છે અને તેનો કોઈ ઈલાજ હજુ શોધાયો નથી એ સંજોગોમાં સાવચેતી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.


લોકોએ કોરોનાવાયરસથી બચવા માટે સૌથી પહેલાં તેનાં લક્ષણો જાણવા જરૂરી છે. આ લક્ષણો ના દેખાય એ માટે શું કરવું તેની વાત આપણે પહેલા કરી પણ સાથે સાથે શું નહી કરવાથી કરોનાવાયરસના ચેપથી બચી શકાય છે એ જાણવું પણ જરૂરી છે.


કોરોના વાયરસથી બચવા માટે શું નહીં કરવું જોઈએ તેના પર એક નજર કરીએ....



કોરોનાવાયરસના લક્ષણો

- તાવ આવવો
- છીંક આવવી
- શરીર દુખવું
- ખાંસી અને ગળામાં ખારાશ
- માથું દુખવું
- શ્વાસ લેવામાં તકલીફ

કોરોના વાયરસથી બચવા શું ના કરવું જોઈએ?

- જો તમે બિમારી હોવ તો ભીડવાળી જગ્યાએ જવું નહીં
- માંદગી દરમિયાન આંખ, નાક અને મ્હોંને સ્પર્શ કરવું નહીં
- જંગલી અને ખેતરના પ્રાણીઓ સાથેના અસુરક્ષિત સંપર્ક કરવો નહીં
- જાહેર જગ્યાએ થૂંકવું જોઈએ નહીં