ક્યાંથી આવશે રૂપિયા
આ પેકેજ માટે કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મદદ લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર Special Ways and Means Advances સ્કીમ અંતર્ગત RBI પાસેથી રૂપિયા લાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર સરકારી સિક્યોરિટીઝના બદલામાં આરબીઆઈ પાસેથી રૂપિયા લેશે.
સ્કીમ અંતર્ગત સરકારને આરબીઆઈ વર્તમાન રેપો રેટથી એક ટકા ઓછા વ્યાજ દર પર રૂપિયા આપશે. વર્તમાન રેપો રેટ 5.15 ટકા છે એટલે કે સરકારને આરબીઆઈ 4.15 ટકા વ્યાજદરે રૂપિયા આપશે.
કોને મળશે આર્થિક પેકેજ
આર્થિક પેકેજ અંતર્ગત ગરીબ લોકો, દાડિયા મજૂરોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા આપવામાં આવી શકે છે. આ સ્કીમ અંતર્ગત આશે 10 કરોડ લોકોના બેંક ખાતામાં જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના અંતર્ગત રૂપિયા આપવામાં આવી શકે છે. દરેકના બેંક ખાતામાં કેટલા રૂપિયા જમા થશે તે અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ ઉપરાંત કોરોના વાયરસના ઝપેટમાં આવનારા વિવિધ સેક્ટર્સ જેવાકે એવિએશન, ટૂરિઝમ, હોસ્પિટાલિટી, MSME વગેરેને મળશે.